ગુજરાતના ખેડૂતે ફાલસાની ખેતી કરી કંડારી નવી કેડી, આજે કમાય છે 8થી 10 લાખોનો ચોખ્ખો નફો
Falsa Cultivation: અમદાવાદ જિલ્લાના વાંચ ગામના એક ખેડૂત સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી રહ્યા છે. ચાલો જાણીએ તેમની "પલ્પ થી પ્રગતિ"ની સફર વિશે.
Trending Photos
Falsa Cultivation: દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના એક ધરતીપુત્રએ ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિતભાઈના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. હવે આજ ખેતીને અમિતભાઈએ COVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું છે. આમ, પ્રારંભ થયો ફાલસામાંથી પલ્પ બનાવતા પલ્પ પ્રોસેસિંગનો.
અમિતભાઈએ સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું. જેની મદદથી તેઓ સીઝનમાં 12–13 લાખ રૂપિયાની આવક અને 8–10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે.
ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. અમિતભાઈની આ સફળતા એ સાબિત કરે છે કે ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે