'ટેરિફ બોમ્બ'નું કાઉન્ટડાઉન શરૂ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- આજે અમેરિકા માટે આઝાદીનો દિવસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે મોટી જાહેરાત કરવાના છે. ટ્રમ્પ ટેરિફ નીતિની જાહેરાત કરશે જેના પર વિશ્વની નજર મંડાયેલી છે. આ પહેલા ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.

'ટેરિફ બોમ્બ'નું કાઉન્ટડાઉન શરૂ, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- આજે અમેરિકા માટે આઝાદીનો દિવસ

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં લખ્યું  'It's Liberation Day in America' (અમેરિકા માટે આજે આઝાદીનો દિવસ છે). તેઓ અમેરિકી સમયાનુસાર સાંજે 4 કલાકે (ભારતીય સમયાનુસાર રાત્રે 1.30 કલાકે) વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પોતાના કેબિનેટ સભ્યોની સાથે ટેરિફની જાહેરાત કરવાના છે.

ટ્રમ્પ આજે ટેરિફની જાહેરાત કરશે
ટ્રમ્પ વચન આપી રહ્યા છે કે તેમની નવી વ્યાપાર નીતિઓ અમેરિકાને 'લૂંટ' થવાથી બચાવશે અને દેશને 'સુવર્ણ યુગ' તરફ દોરી જશે. મંગળવારે, વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે આ નવા ટેરિફ રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત પછી તરત જ અમલમાં આવશે. આ ટેરિફનો હેતુ અમેરિકન કામદારો અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડતી 'અન્યાયી વેપાર નીતિઓ' સામે લડવાનો છે.

trump

'અમેરિકા લાંબા સમયથી વિશ્વની પિગી બેંક હતું'
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમેરિકા લાંબા સમયથી વિશ્વની પિગી બેંક હતું. આજે, અમે ફરીથી નિયંત્રણ લઈ રહ્યા છીએ. આ આપણો મુક્તિ દિવસ છે – અયોગ્ય વેપાર કરારો, અમેરિકન માલ પર ભારે ટેરિફ અને અમારા વ્યવસાયો અને કામદારોને નુકસાન પહોંચાડતી નીતિઓથી મુક્તિનો દિવસ.

ઘણા દેશો પર પડશે ટ્રમ્પની જાહેરાતની અસર
ટ્રમ્પ તંત્રના આ પગલાથી ચીન, યુરોપીય યુનિયન, ભારત, જાપાન, મેક્સિકો અને કેનેડા જેવા મુખ્ય વ્યાપારિક ભાગીદાર પ્રભાવિત થશે. આ ટેરિફની જાહેરાત બાદ વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે અને ઘણા દેશોએ સંભવિત જવાબી કાર્યવાહીના સંકેત આપ્યા છે. તેનાથી નવા વૈશ્વિક વ્યાપાર યુદ્ધની આશંકા વધી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news