સીઝફાયર નહીં...કંઈક મોટું થવાનું છે! G7 સમિટ છોડીને પરત ફરેલા ટ્રમ્પે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે વધાર્યું સસ્પેન્સ

Donald Trump : G7 સમિટ છોડીને કેનેડાથી પરત ફરેલા ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પ્રસિદ્ધિ ઇચ્છતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભૂલથી કહ્યું હતું કે હું કેનેડામાં G7 સમિટ છોડીને વોશિંગ્ટન પાછો જઈ રહ્યો છું, જેથી હું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ પર કામ કરી શકું. આ ખોટું છે, તેમને ખબર નથી કે હું હવે વોશિંગ્ટન કેમ જઈ રહ્યો છું.

સીઝફાયર નહીં...કંઈક મોટું થવાનું છે! G7 સમિટ છોડીને પરત ફરેલા ટ્રમ્પે ઇઝરાયલ-ઈરાન યુદ્ધ અંગે વધાર્યું સસ્પેન્સ

Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડામાં આયોજિત G7 સમિટને અધવચ્ચે છોડીને વોશિંગ્ટન પરત ફર્યા છે. સ્વદેશ પરત ફરતા પહેલા ટ્રમ્પે કંઈક મોટી ઘટના બનવાના સંકેત આપ્યા છે. તેમના પાછા ફરવાનું કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને માનવામાં આવે છે, તેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હવે અમેરિકા ઈરાન સામે સીધા યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.

સીઝફાયર માટે પાછો આવ્યો નથી

ટ્રમ્પે કેનેડાથી પરત ફરતી વખતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે હું કેનેડામાં G7 સમિટ છોડીને વોશિંગ્ટન એટલા માટે પાછો જઈ રહ્યો છું જેથી હું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સીઝફાયર પર કામ કરી શકું. આ એક ભૂલ છે, તેમને ખબર નથી કે હું હવે વોશિંગ્ટન કેમ જઈ રહ્યો છું, પરંતુ તેનો ચોક્કસપણે સીઝફાયર સાથે કોઈ સંબંધ નથી. આનાથી પણ મોટી વાત... ઇરાદાપૂર્વક હોય કે અજાણતાં, ઇમેન્યુઅલ હંમેશા ખોટી વાત બોલે છે.'

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના નિવેદનમાં માત્ર ઇમેન્યુઅલ મેક્રોનને ઠપકો જ નહીં, પરંતુ ઈરાન-ઇઝરાયલ સંઘર્ષ વિશે પણ મોટો સંકેત આપ્યો. તેમણે કહે છે કે યુદ્ધવિરામ માટે અમેરિકા પાછા નથી ફરી રહ્યા અને આનાથી મોટું કંઈક કરવાના ઇરાદા સાથે જઈ રહ્યા છે. આનો અર્થ એ થયો કે અમેરિકા હાલમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ ઇચ્છતું નથી અને આનાથી પણ મોટું કંઈક કરવા તરફ આગળ વધી રહ્યું છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામેના યુદ્ધમાં ઈઝરાયલના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે, પરંતુ અત્યાર સુધી અમેરિકાએ આ હુમલાઓમાં તેની સીધી ભાગીદારીનો ઇનકાર કર્યો છે. અમેરિકાની પ્રાથમિકતા આ ક્ષેત્રમાં તેના દળોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની છે. પરંતુ ટ્રમ્પના તાજેતરના નિવેદન પરથી એવું લાગે છે કે હવે અમેરિકા આ ​​યુદ્ધમાં તટસ્થ રહેવા માંગતું નથી અને ઈરાન સામે મોટું પગલું ભરી શકે છે.

G7 માં ઈઝરાયલને ખુલ્લેઆમ સમર્થન

ઈઝરાયલે પણ યુદ્ધમાં અમેરિકા પાસેથી ખુલ્લેઆમ સમર્થન માંગ્યું છે અને અમેરિકા પણ તેના વિશે વિચારી રહ્યું છે. ઈઝરાયલે અમેરિકાને ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવા માટે લશ્કરી કાર્યવાહીમાં જોડાવા અપીલ કરી છે. આ અપીલ ખાસ કરીને તે પરમાણુ સુવિધાઓ પર કેન્દ્રિત છે જે ભૂગર્ભમાં છે અને જેના માટે અમેરિકા પાસે તેને નષ્ટ કરવા માટે ખાસ શસ્ત્રો છે.

G7 સમિટ દરમિયાન પણ, બધા દેશોએ ખુલ્લેઆમ ઈઝરાયલને ટેકો આપ્યો છે અને તણાવ ઘટાડવા માટે ઈરાન પર દબાણ કર્યું છે. G7ના સભ્યોએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકે નહીં. એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલને પોતાના સ્વરક્ષણમાં પગલાં લેવાનો સંપૂર્ણ અધિકાર છે. ઇઝરાયલને G7ના વૈશ્વિક પ્લેટફોર્મ તરફથી ખુલ્લું સમર્થન મળ્યું છે, જે ઈરાન વિરુદ્ધ તેના ઇરાદાઓને મજબૂત બનાવશે.

આવી સ્થિતિમાં, ઈરાન પર ચાલી રહેલા હુમલાઓ વધુ તીવ્ર બની શકે છે. ઉપરાંત, ટ્રમ્પ આ સમિટ દરમિયાન સભ્ય દેશોના નેતાઓ સાથે તણાવ અંગે ચર્ચા કર્યા પછી પાછા ફરી રહ્યા છે. તેમનો યુદ્ધવિરામનો પણ ઇરાદો નથી, તેથી શું ટ્રમ્પ આ યુદ્ધને આગળ વધારવા માટે તૈયાર છે. તેમના તાજેતરના નિવેદનમાં, તેમણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનને પણ ઠપકો આપ્યો, જેમણે રાજદ્વારી માધ્યમથી યુદ્ધનો ઉકેલ લાવવાની હિમાયત કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news