ઇઝરાયલના અશ્દોદ શહેર પર ઇરાનનો મિસાઇલ હુમલો, ઘટનાનો લાઈવ Video આવ્યો સામે

Israel Iran War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત મિસાઈલ હુમલા થઈ રહ્યા છે. ત્યારે ઈરાને ઈઝરાયલના અશ્દોદ શહેર પર મિસાઈલ હુમલો કર્યો છે, જેનો એક વીડિયો સામે આવ્યો છે.

ઇઝરાયલના અશ્દોદ શહેર પર ઇરાનનો મિસાઇલ હુમલો, ઘટનાનો લાઈવ Video આવ્યો સામે

Iran Missile Attack In Israel : ઇઝરાયલ અને ઈરાન બંને સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાએ પણ એન્ટ્રી કરી છે. અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સોમવારે ઈરાને ઈઝરાયલના અનેક શહેરોને નિશાન બનાવીને મિસાઈલો છોડી હતી. ઈઝરાયલ પર આવા જ એક મિસાઈલ હુમલાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઈરાન દ્વારા છોડવામાં આવેલ મિસાઈલ પછીનું ખતરનાક દ્રશ્ય જોઈ શકાય છે.

ઈરાની મિસાઈલે ઈઝરાયલના અશ્દોદ શહેરને નિશાન બનાવ્યું છે. વીડિયોમાં મિસાઈલ હુમલા બાદ હવામાં પથ્થરો અને ધૂળની ડમરીઓ ઉડતી જોઈ શકાય છે. રસ્તા પર ચાલતા વાહનથી થોડે દૂર મિસાઈલ હુમલો થયો હતો. ઈરાન દ્વારા છોડવામાં આવેલા મિસાઈલથી થયેલા વિસ્ફોટનો વીડિયો કારના ડેશબોર્ડ પર લગાવેલા કેમેરા દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે.

 

— ONE FOR ISRAEL Ministry (@oneforisrael) June 23, 2025

ઈઝરાયલે પણ હુમલા કર્યા

આ દરમિયાન, ઈઝરાયલ દ્વારા ઈરાનમાં પણ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયલે તેહરાનમાં ઈવિન જેલ સહિત ઈરાની સરકારી સંસ્થાઓ પર હુમલો કર્યો છે. ઈઝરાયલે ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના સુરક્ષા મુખ્યાલય, શહેરના પેલેસ્ટાઇન સ્ક્વેર અને અર્ધલશ્કરી બાસીજ વોલેન્ટિયર કોર્પ્સ બિલ્ડિંગને પણ નિશાન બનાવ્યું છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયલ પર હુમલો કરવા બદલ ઇરાની સરમુખત્યારને પુરી તાકાતથી જવાબ આપવામાં આવશે.

કેટલા લોકોએ જીવ ગુમાવ્યો ?

ઇઝરાયલી સેનાએ ઇરાનના પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભાગોમાં સ્થિત છ લશ્કરી એરપોર્ટને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં 15 વિમાન અને હેલિકોપ્ટરનો નાશ કરવામાં આવ્યો છે. IDF અનુસાર, આ મિશનમાં રિમોટલી સંચાલિત વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રનવે, ભૂગર્ભ બંકર અને F-14, F-5, AH-1 હેલિકોપ્ટર સાથે રિફ્યુઅલિંગ પ્લેનને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ બધા વિમાનોને ઇઝરાયલ સામે કાર્યવાહી માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. ઇઝરાયલના ઇરાન પરના હુમલામાં ઓછામાં ઓછા 950 લોકો માર્યા ગયા છે અને 3,450 અન્ય ઘાયલ થયા છે. આ માહિતી યુએસ માનવાધિકાર સંગઠન દ્વારા આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news