Gardening Tips: પપૈયાના ઝાડમાં આ 3 દેશી વસ્તુ ખાતર તરીકે નાખો, ઢગલાના મોઢે ઉતરશે પપૈયાનું ફળ
Gardening Tips: પપૈયાના ઝાડમાંથી ઢગલાના મોઢે પપૈયાના સારા ફળ ઉતરે તેવી ઈચ્છા હોય તો તમે આ કામ કરવાનું શરુ કરી દો. પપૈયાના ઝાડમાં આ 3 વસ્તુને દેશી ખાતર તરીકે ઉમેરશો તો અઢળક ફળ ઉતરશે.
Trending Photos
Gardening Tips: પપૈયાના ઝાડ ઘણા લોકો ઘરમાં પણ વાવે છે. પપૈયાના ફળ કાચા હોય ત્યારે પણ ઉપયોગમાં લેવાય છે અને પાકા પપૈયા પણ લોકો શોખથી ખાતા હોય છે. કાચું હોય કે પાકુ પપૈયું શરીરને ફાયદો કરે છે. પરંતુ ઘણા લોકોની સમસ્યા એવી હોય છે કે તેઓ પપૈયાનું ઝાડ તો રાખે છે પરંતુ તેમાં ફળ બરાબર આવતા નથી. પરંતુ આજે તમને એવી દેશી વસ્તુ વિશે જણાવીએ જેને પપૈયાના ઝાડમાં ખાતર તરીકે નાખશો તો ફળ વધારે આવશે.
પપૈયાના ઝાડમાં નાખો છાણનું ખાતર
પપૈયાના ઝાડને હેલ્ધી રાખવા અને ફળનું ઉત્પાદન વધારવા માટે ઝાડમાં છાણમાંથી બનેલું જૂનું ખાતર ઉમેરવું જોઈએ. જો તમે છાણનું ખાતર પપૈયામાં ઉમેરશો તો ફળ વધારે આવશે. કારણ કે છાણના ખાતરમાં પૌષકતત્વો ભરપુર માત્રામાં હોય છે. તેનાથી પપૈયાના મૂળ પણ મજબૂત થશે.
વર્મી કંપોસ્ટનો ઉપયોગ કરો
તમે વર્મી કંપોસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી છોડને સરળતાથી જરૂરી પોષકતત્વો મળે છે. આ ખાતરના કારણે છોડમાં ઝડપથી ફળ આવવા લાગે છે. દર 2 મહિને પપૈયાના ઝાડમાં 1 થી 2 કિલો વર્મી કંપોસ્ટ ખાતર ઉમેરી શકો છો.
સરસવની ખલી
સરસવની ખલી પણ પપૈયા માટે સૌથી બેસ્ટ ટોનિક છે. તેમાં નાઈટ્રોજન ભરપુર માત્રામાં હોય છે. આ ખલી છોડમાં ફુલ અને ફળ ઝડપથી વધારે છે. તેને છોડમાં નાખતા પહેલા પાણીમાં 3 થી 4 દિવસ સુધી પલાળીને રાખો. ત્યારબાદ તેનું પાણી પપૈયાના છોડમાં નાખવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ટીપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે