Gardening Tips: કુંડામાં લીલા મરચા વાવવાની રીત, માટીમાં આ વસ્તુ મિક્સ કરી દેશો તો ઝડપથી ઉગવા લાગશે મરચા
How To Grow Chilli Plant at Home: ઘરની બાલકની કે છત પર એક નાનકડા કુંડામાં મરચાનો છોડ વાવી શકાય છે. એક છોડની યોગ્ય રીતે માવજત કરવામાં આવે તો તેમાં એટલા મરચા આવી શકે છે કે ઘર માટે બજારમાંથી મરચા ખરીદવા ન પડે.
Trending Photos
How To Grow Chilli Plant at Home: લીલી મરચા એવી વસ્તુ છે જેનો ઉપયોગ રોજની રસોઈમાં કરવામાં આવે છે. મરચા રસોઈને તમતમતી બનાવવાની સાથે સ્વાદિષ્ટ બનાવે છે. લીલા મરચાનો ઘરમાં વધારે રહેતો હોય અને રોજ તાજા મરચા યુઝ કરવા હોય તો ઘરે જ એક કુંડામાં આ છોડ વાવી શકાય છે.
લીલા મરચાના છોડને બાલ્કનીમાં રાખી શકાય છે તેને વધારે જગ્યાની જરૂર પડતી નથી. આ છોડ કુંડામાં પણ ઉગી જાય છે. આજે તમને એવી રીત જણાવીએ જેની મદદથી તમે ઓછા ખર્ચે ઘરે લીલા મરચાનો છોડ વાવી શકો છો. એક કુંડામાંથી એટલા મરચા આવશે કે તમારે ઘર માટે બજારમાંથી મરચા ખરીદવા નહીં પડે.
ઘરે મરચાનો છોડ વાવવો હોય તો એક માટીનું કુંડુ લેવું જેમાં નીચે પાણી નીકળે શકે તે માટે કાણું હોય. મચરાનો છોડ પ્લાસ્ટિકની ડોલમાં પણ વાવી શકાય છે. કુંડામાં ફળદ્રુપ માટી લેવી સાથે જ છાશ અને રાખની જરૂર પડશે. સૌથી પહેલા લીલા મરચા હોય તેને 2 દિવસ તડકે રાખી સુકવી લેવા અને તેમાંથી બી કાઢી લો. આ બી ને 1 દિવસ પાણીમાં પલાળી રાખો.
કુંડુ તૈયાર કરવા માટે સૌથી પહેલા નીચે થોડી રાખ નાખો. તેના ઉપાર માટી ભરી દો. ત્યારબાદ તેમાં છાશ રેડી દેવી. છાશ નેચરલ ફર્ટિલાઈઝરનું કામ કરે છે. ત્યારબાદ તેમાં બી વાવી દેવા. બી ને એકબીજાથી 1-1 ઈંચની દુરી પર વાવો. ઉપરથી થોડી માટી છાંટી દો. ત્યારબાદ રોજ સવારે એકવાર કુંડામાં થોડું પાણી રેડવું.
7 દિવસમાં કુંડામાં મરચાનો છોડ વધતો દેખાશે. છોડ ઉગી ગયા પછી 30 દિવસમાં તેમાં ફુલ અને પછી મરચા આવવા લાગે છે. મરચાનો પાક આવવા લાગે પછી દર 10 દિવસે કુંડામાં રાખ અને છાશ મિક્સ કરો. 1 કુંડામાં વાવેલા છોડમાંથી 10 થી 15 વખત મરચાનો પાક ઉતરે છે.
મરચાના છોડને તડકો મળે તે રીતે રાખવો. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે એક કુંડામાં 3 થી વધુ છોડ ન હોય. એક કુંડામાં વધારે છોડ હશે તો ગ્રોથ વ્યવસ્થિત નહીં થાય.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે