કીર્તિ પટેલે લાજ શરમ નેવે મૂકી! પોલીસ જાપ્તામાં હોવા છતાં કેમેરા સામે જોઈને બોલી, લઈ લે બરાબર મસ્ત હો...!
Kirti Patel Turns Shameless : Surat માં કીર્તિ પટેલની બેશરમી જોઇ તમે તમતમી જશો, પોલીસ-કાયદાની ખુલ્લેઆમ મજાક ઉડાવી
Trending Photos
Surat News : સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પોતાની હરકતોને કારણે સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ટિકટોક ગર્લે લાજ શરમ નેવે મૂકી હોય તેમ પોલીસ જાપ્તામાં જ કેમેરા સામે જોઈને ટિપ્પણી કરી હતી કે, 'લઈ લે બરાબર મસ્ત હો...'
થોડા સમય પહેલા ખંડણી કેસમાં ધરપકડ થયા બાદ પોલીસની ગાડીમાં બેસતી વખતે નફ્ફટાઈથી હસવાનો તેનો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટમાંથી જેલમાં જતી વખતે પણ તે બિન્દાસ્ત અંદાજમાં જોવા મળી હતી. આ ઘટનાઓ વચ્ચે, તાજેતરમાં ફરી એકવાર તેનો આવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેનો રંગીન મિજાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
કેમેરા જોઈને કીર્તિ પટેલની નફ્ફટાઈ
કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક ખંડણીના કેસમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં આવતી વખતે તેણે ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો, જેથી તેની ઓળખ છુપાવી શકાય. જોકે, કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ્યારે તેને ફરી જેલમાં લઈ જવામાં આવી રહી હતી, ત્યારે તેને ખબર પડી કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે. કેમેરા જોતા જ કીર્તિએ પોતાના ચહેરા પરથી દુપટ્ટો હટાવી દીધો અને વીડિયોગ્રાફરને કોમેન્ટ કરી હતી. તેણે કેમેરા સામે જોઈને કોમેન્ટ કરી હતી કે, લઈ લે બરાબર મસ્ત હો..."
આ કેસમાં થઈ કીર્તિ પટેલની ધરપકડ
સોશિયલ મીડિયા પર બેફામ વાણીવિલાસ કરતી કીર્તિ પટેલની ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલે એક બિલ્ડર પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ બિલ્ડરે કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં હવે કીર્તિ સામે કાર્યવાહી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કીર્તિ પટેલ દ્વારા જમીન વિવાદને લઈને બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસને લઈને સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કીર્તિ પટેલ ફરાર હતી. કીર્તિએ બિલ્ડરને હનીટ્રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે