ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયો હેલ્પલાઈન નંબર, ખાતર મુદ્દે કોઈ પણ સમસ્યા હોય તો આ નંબર પર સંપર્ક કરો
Helpline For Farmers For Fertilizer Shortage : ગુજરાતમાં ખાતરની અછત અંગે ઉઠી રહેલી સમસ્યાઓને નિવારવા માટે ખેતી વિભાગે ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે
Trending Photos
Agriculture News : હાલ સમગ્ર રાજ્યમાં ખેડૂતોની એક જ બૂમ છે ખાતર. ખાતર માટે ચારેતરફથી બૂમો પડી રહી છે. એક ખતર ખાતરની અછત અને બીજી તરફ, યુરિયા ખાતરના વેચાણની માથાકૂટ છે. આ વચ્ચે ગુજરાત સરકાર ખેડૂતોની મદદે આવી છે. ખેડૂતોની મદદ માટે એક હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે.
ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરાયો. જેથી ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે.
રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત, ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા મુજબના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે. આ હેલ્પલાઈન નંબર સવારે ૮.૦૦ થી રાત્રે ૮.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે, તેમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે