Gold Rate Today: ભારે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સોના-ચાંદીએ આપી મોટી રાહત, તમારા શહેરમાં કેટલો છે ભાવ? જાણો લેટેસ્ટ રેટ

Gold Rate In Ahmedabad: દુનિયા હાલ ભારે તણાવવાળા માહોલમાંથી પસાર થઈ રહી છે. એકબાજુ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જ્યારે હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા તણાવમાં અમેરિકાની એન્ટ્રી થઈ જતા તણાવ વધી ગયો છે. આ બધા વચ્ચે સોના અને ચાંદીની શું સ્થિતિ છે તે પણ ખાસ જાણો. 

Gold Rate Today: ભારે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સોના-ચાંદીએ આપી મોટી રાહત, તમારા શહેરમાં કેટલો છે ભાવ? જાણો લેટેસ્ટ રેટ

ગ્લોબલ ટેન્શનની અસર આજે સોનાના ભાવ ઉપર પણ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ભાવ ગગડ્યા છે જો કે ચાંદીના ભાવમાં તેજી આવી છે. પરંતુ ઘરેલુ બજારમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. નોંધવા જેવી વાત છે કે વૈશ્વિક સ્તરે ભારે ઉથલપાથલ છતાં સોના અને ચાંદીના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. વૈશ્વિક બજારમાં સોનું લગભગ 3380 ડોલર અને ચાંદી 36 ડોલરના સ્તરે સ્થિર છે. ભારત તરફથી પણ આ સંકટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. 

ઘરેલુ બજારમાં આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 193 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 98,884 રૂપિયા પર ખુલ્યો છે જે લાસ્ટ સેશનમાં 98,691 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 25 રૂપિયાનો મામૂલી ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ આજે 1,06,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે જે લાસ્ટ સેશનમાં 1,06,775 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) June 23, 2025

કેરેટ              ભાવ (1 ગ્રામ)

24 KT(999)       9,888
22 KT               9,651
20 KT               8,801
18 KT               8,010
14 KT               6,378

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/aOakEbOvVQ

— IBJA (@IBJA1919) June 23, 2025

વાયદા બજારમાં ભાવ
વાયદા બજાર (MCX)માં આજે સોનું 11 રૂપિયા તૂટીને 99098 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. 270 રૂપિયા ચડીને 106494 પર પહોંચી ગઈ. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news