Gold Rate Today: સોનાના ભાવમાં ભડકો, બાપરે...કેટલો વધી ગયો ભાવ? 22-24 કેરેટ સોનાના લેટેસ્ટ રેટ જાણો

Gold Rate In Ahmedabad: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં ભાવ ઘટ્યા છે જ્યારે રિટેલ બજારમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ. 

Gold Rate Today: સોનાના ભાવમાં ભડકો, બાપરે...કેટલો વધી ગયો ભાવ? 22-24 કેરેટ સોનાના લેટેસ્ટ રેટ જાણો

સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે ભારતે પહેલગામ હુમલાનો બદલો લેતા પાકિસ્તાન અને પીઓકેના 9 જેટલા આતંકી ઠેકાણાઓને ટાર્ગેટ કરીને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો. આ બધા વચ્ચે સોનામાં કાલથી પાછો તેજીનો માહોલ જોવા મળ્યો છે. જો કે વાયદા બજારમાં તેજી પર બ્રેક લાગતી જોવા મળી પરંતુ રિટેલ બજારમાં સોનું ઉછળ્યું છે. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 605 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 97,493 રૂપિયા પર પહોંચ્યો. જે કાલે 96,888 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 279 રૂપિયા ઉછળીને 96,133 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી જે કાલે સાંજે 95,854 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) May 7, 2025

રિટેલ બજારમાં ભાવ

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/Xju6ziGCQN

— IBJA (@IBJA1919) May 7, 2025

વાયદા બજારમાં ભાવ
MCX પર સોનાનો ભાવ લગબગ 1 ટકા જેટલો તૂટીને ₹96,700ની આસપાસ પહોંચી ગયો. તે પહેલા છેલ્લા બે સેશનમાં સોનાના ભાવમાં ₹4,000 થી વધુ ઉછળ્યો હતો. કોમેક્સ પર સોનું $40 તૂટીને $3,380 પર ટ્રેડ થતું જોવા મળ્યું. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી આવવાથી સોના પર દબાણ વધ્યું. જેનાથી નફાવસૂલી હાવી  થતી જોવા મળી. 

ચાંદીના ભાવમાં પણ હળવું દબાણ જોવા મળ્યું. MCX પર ચાંદી ₹96,500 પર જોવા મળી. પરંતુ કારોબાર સપાટ રહ્યો. ગ્લોબલ માર્કેટમાં ચાંદીના ભાવમાં 0.5%થી વધુનો કડાકો જોવા મળ્યો. કોમેક્સ પર ચાંદી $33 ઉપર ટકવાની કોશિશ કરતી જોવા મળી. છેલ્લા 7 દિવસમાં ચાંદીમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news