7 વર્ષ, 42 વખત રિજેક્ટ... પ્યારમાં આ વ્યક્તિને મળી નાકામી અને પછી કર્યુ આ કામ, તો થયો કમાલ!

Man proposes Girlfriend for Marriage: લગ્ન માટે આટલી લાંબી રાહ તમે ભાગ્યે જ જોઈ હશે, જ્યાં એક યુવકએ યુવતી માટે હા પાડવા માટે 7 વર્ષ રાહ જોઈ. જ્યારે છોકરીએ 42 વાર લગ્ન કરવાનો ઇનકાર કર્યો. ખરેખર, યુકેના લ્યુક વિન્ટ્રિપ અને તેની ગર્લફ્રેન્ડ સારાની પ્રેમકથા ખૂબ જ રોમાંચક છે.

7 વર્ષ, 42 વખત રિજેક્ટ... પ્યારમાં આ વ્યક્તિને મળી નાકામી અને પછી કર્યુ આ કામ, તો થયો કમાલ!

Viral Love Story: "इतनी शिद्दत से मैंने तुम्हे पाने की कोशिश की है कि हर जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की है!" ઓમ શાંતિ ઓમ ફિલ્મનો આ ડાયલોગ અસલ જિંદગીમાં પણ લોકોના જીવનમાં સાકાર થઈ રહ્યો છે. ખરેખર, સોશિયલ મીડિયા પર પ્રેમના એકરારના ઘણા કિસ્સાઓ આવતા રહે છે. ક્યારેક યુવતી પ્રેમનો એકરાર એક્સેપ્ટ નથી કરતી અને ક્યારેક યુવક ના પાડી દે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પ્રેમમાં નિષ્ફળ જાય છે. 

ક્યારેક પ્રસ્તાવ સ્વીકારાય તો પણ તેને લગ્ન માટે મનાવવામાં મુશ્કેલીઓ આવે છે. જો કે, આવા કિસ્સામાં એક યુવક ખૂબ જ ધીરજવાન નીકળ્યો. ખરેખર તેણે તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જો કે, છોકરીએ લગ્નનો પ્રસ્તાવ નકારી કાઢ્યો, પરંતુ છોકરો સંમત ન થયો અને આ રીતે તેણે એક વાર નહીં પરંતુ 42 વાર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જો કે, જ્યારે 43મી વખત લગ્નનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે છોકરી ના પાડી શકી નહીં.

લવ સ્ટોરી થઈ રહી છે વાયરલ
ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહેલી આ લવ સ્ટોરી યુકેના લ્યુક વિન્ટ્રિપ અને તેની ગર્લફ્રેન્ડ સારાની છે. વાસ્તવમાં લ્યુક એક ટેટૂ આર્ટિસ્ટ છે અને સારા માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. બન્ને એકબીજાને પ્રેમ કરે છે. જો કે, ત્યારબાદ સમસ્યાઓ લગ્નને લઈને ઊભી થવા લાગી. વાસ્તવમાં તેમના સંબંધને માત્ર 6 મહિના થયા હતા અને લ્યુક તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. જો કે, જ્યારે યુવકે પ્રપોઝ કર્યું ત્યારે સારાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. કારણ કે, સારા ત્રણ બાળકોની માતા હતી અને તેણીને તેના પાછલા સંબંધમાંથી બહાર આવ્યાને ઘણો સમય થયો ન હતો. તેથી તે દરેક પગલું ખૂબ જ વિચારપૂર્વક લેવા માંગતી હતી.

42 વખત મળી નિષ્ફળતા
જો કે, લ્યુકે તેની ગર્લફ્રેન્ડને એક કે બે વાર નહીં પરંતુ 42 લખત લગ્ન માટે પ્રપોઝ કર્યું. દરેક વખતે સારાએ ના પાડી. લ્યુકે દરેક પ્રપોઝલ માટે અલગ-અલગ પદ્ધતિઓ પણ અપનાવી. ક્યારેક તેણે પ્રાગના મહેલમાં કેન્ડલલાઇટ ડિનર દરમિયાન પ્રપોઝ કર્યું તો ક્યારેક જમૈકાના આઈલેન્ડ પર ઘોડેસવારી કરતી વખતે પણ પ્રપોઝ કર્યું. જો કે, સારાએ લગ્ન માટે હા પાડી નહીં.

43મી વખત થયો કમાલ
42 વાર લગ્ન પ્રસ્તાવ નકાર્યા બાદ સારાએ આખરે 43મી વખત લ્યુકને હા પાડી. સારાએ જણાવ્યું કે, લ્યુકે હંમેશા પ્રેમ વ્યક્ત કર્યો, ક્યારેય તેને દબાણ કર્યું નહીં. આ કારણે સારાએ 43મી વખત પ્રસ્તાવ સ્વીકાર્યો. ખરેખર, 42મી વખત ના પાડ્યા બાદ સારાએ કહ્યું હતું કે, જો સમય યોગ્ય હશે તો આગલી વખતે તે હા કહેશે. જો કે, આ માટે લ્યુકને 2023 સુધી રાહ જોવી પડી.

બન્ને 2018થી એકબીજાને પ્રેમ કરતા હતા. 2023માં લ્યુક સારાને ગ્રીનવિચ લંડન લઈ ગયો. જ્યાં તેણે એક ઘૂંટણ પર બેસીને સારાને પ્રપોઝ કર્યું અને કહ્યું કે, આ દુનિયાનું કેન્દ્ર છે અને તું મારી દુનિયા છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? જો કે, આ વખતે સારા ના પાડી શકી નહીં અને હા પાડી. આ પછી બન્નેએ મે 2023માં જમૈકામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું. જ્યાં સારાએ તેના પતિ માટે આટલી ધીરજ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની પણ માંગ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news