8th Pay Commission: સરકારી બાબુઓને બખ્ખા, આઠમાં પગાર પંચમાં વધી જશે આટલો પગાર! જાણો કઈ રીતે નક્કી થશે સેલેરી સ્ટ્રક્ચર

Government Employees: દર 10 વર્ષ બાદ કેન્દ્ર સરકાર તરફથી પગાર પંચની રચના કરવામાં આવે છે. તેમાં સુરક્ષામાં લાગેલા જવાનો સહિત કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના વર્તમાન પગાર સ્ટ્રક્ચર, મોંઘવારી અને અન્ય વસ્તુનો જોઈ સેલેરીમાં સંશોધન કરવામાં આવે છે.
 

  8th Pay Commission: સરકારી બાબુઓને બખ્ખા, આઠમાં પગાર પંચમાં વધી જશે આટલો પગાર! જાણો કઈ રીતે નક્કી થશે સેલેરી સ્ટ્રક્ચર

Eighth Pay Commission: દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આતૂરતાપૂર્વક આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યાં છે. તે પોતાના વેતન-પેન્શનમાં વધારો થવાની આશા રાખી રહ્યાં છે. તાજેતરમાં એમ્બિટ કેપિટલના રિપોર્ટે તે આશંકાને બળ આવ્યું છે કે સરકારી કર્મચારીઓના પગારમાં આશરે 30થી 34 ટકાનો વધારો થઈ શકે છે. પહેલાથી જેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આઠમું પગાર પંચ લાગૂ થાય તો તેને 2026 કે પછી નાણાકીય વર્ષ 2027મા લાગૂ કરી શકાય છે. 

દર 10 વર્ષમાં પગાર પંચ
કેન્દ્ર સરકાર દર દસ વર્ષે પગાર પંચની રચના કરે છે. આમાં, કેન્દ્રીય કર્મચારીઓ અને સંરક્ષણ કર્મચારીઓ સહિત પેન્શનરોના વર્તમાન પગાર માળખામાં ફુગાવા અને અન્ય આર્થિક પાસાઓના આધારે સુધારો કરવામાં આવે છે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે પગાર પંચ ફુગાવા અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર તેમજ DAમાં વધારો કરવાની ભલામણ કરશે. આ સાથે, નવા પગાર માળખા અનુસાર પેન્શનમાં પણ સુધારો કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓના પગાર રિવીઝન માટે ફિટમેન્ટ ફેક્ટર લગાવવામાં આવે છે. જો એમ્બિટ કેપિટલના રિપોર્ટનું માનીએ તો આ વખતે 1.83થી લઈને 2.46 ફિટમેન્ટ રેન્જ લાગૂ કરી શકાય છે. જો તેમ થયું તો મિનિમમ પગાર 32940 રૂપિયાથી વધી 44280 રૂપિયા થઈ જશે. ફિટમેન્ટ ફેક્ટર તે હોય છે, જેના નવા પગાર પંચ પ્રમાણે નવા સેલેરી સ્ટ્રક્ચર માટે વર્તમાન બેસિક પેની સાથે મલ્ટીપ્લાઈ કરવામાં આવે છે.

પગારમાં કેટલો વધારો?
જો 2.46 ના ફિટમેન્ટ ફેક્ટરને એ જ રીતે લાગુ કરવામાં આવે, તો આ કિસ્સામાં જો કોઈનો પગાર 50 હજાર રૂપિયા હોય, તો તેનો પગાર વધીને 1.23 લાખ રૂપિયા થઈ જશે. પરંતુ જો ફિટમેન્ટ ફેક્ટર 1.83 હોય, તો તેનો પગાર વધીને 91500 રૂપિયા થઈ જશે.

એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચનો અમલ માત્ર સરકારી કર્મચારીઓ માટે જ નહીં પરંતુ ભારતીય અર્થતંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે. તેનું કારણ એ છે કે જ્યારે લોકોનો પગાર વધશે, ત્યારે તેઓ વપરાશ પર ખર્ચ કરશે અને આનાથી વિકાસની ગતિ ઝડપી બનશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news