FD-RD ને ભૂલી જાવો! LIC ની આ સ્કીમ છે શાનદાર, દીકરીના લગ્ન પર મળશે ₹27 લાખ
જો તમે અત્યારે તમારી દીકરીના લગ્ન કે શિક્ષણ માટે આયોજન કરી રહ્યા છો, તો LIC ની 'કન્યાદાન યોજના' તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. દરરોજ ફક્ત ₹121 ની બચત કરીને, તમે 25 થી 27 લાખ રૂપિયાનું ભંડોળ બનાવી શકો છો. તો ચાલો તેના વિશે જાણીએ.
Trending Photos
LIC Policy: જો તમારી પણ એક વહાલી દીકરી છે અને તમે તેના સારા ભવિષ્ય, ઉત્તમ શિક્ષણ અને ભવ્ય લગ્નનું સ્વપ્ન જુઓ છો? પરંતુ મોંઘવારીના આ યુગમાં તમને આ બધું ખૂબ જ મુશ્કેલ લાગે છે, તો હવે તમે રાહતનો શ્વાસ લઈ શકો છો. ખરેખર, ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની એક યોજના તમારા બધા ટેન્શનનો અંત લાવી શકે છે.
યુવતીઓનું ભવિષ્ય સુરક્ષિત કરનાર આ સ્કીમને લોકો પ્રેમથી કન્યાદાન પોલિસી કહે છે. આ એક એવી સ્કીમ છે જેમાં તમે દરરોજ ચા-નાસ્તા જેટલા પૈસા બચાવી તમારી દીકરી માટે લાખોનું ફંડ તૈયાર કરી શકો છો, આવો આ સ્કીમની તમને વિગતવાર માહિતી આપીએ.
શું છે કન્યાદાન સ્કીમ અને તેનો જાદૂ?
હકીકતમાં આ LIC ની એક ખૂબ જાણીતી પોલિસી છે, જેને દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી છે. દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરનાર આ એક એવી પિગી બેંક છે જેમાં તમે દરરોજ થોડા-થોડા રૂપિયા નાખો છો અને મેચ્યોરિટી પર મોટી રકમ બની જાય છે. આ પોલિસી બચત અને વીમાનું એક શાનદાર કોમ્બિનેશન છે.
₹121 થી ₹27 લાખ સુધીની સફર, સમજો ગણિત
દરેકને આ સ્કીમ દેખાડે છે કે નાની બચતથી કઈ રીતે મોટું ફંડ બનાવી શકાય છે.
દરરોજની બચતઃ માત્ર 121 રૂપિયા
મહિનાની બચતઃ આશરે 3600 રૂપિયા
પોલિસીનો સમયગાળોઃ 25 વર્ષ
પૈસા ભરવાનો સમયગાળોઃ માત્ર 22 વર્ષ (છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પૈસા ભરવાના નથી)
મેચ્યોરિટી પર મળનાર રકમઃ આશરે 27 લાખ
તેવામાં વિચારો કે માત્ર દરરોજ 121 રૂપિયા બચાવી તમે તમારી દીકરીને તેના 25મા જન્મદિવસ પર 27 લાખ રૂપિયાની ભેટ આપી શકો છો. આ પૈસાથી તમારી દીકરી આગળનું શિક્ષણ અને પોતાના સપના પૂરા કરી શકે છે.
સૌથી મહત્વની વાત એ છે કે જો પોલિસી સમયગાળા દરમિયાન પિતાનું મૃત્યુ થાય તો પણ પરિવાર પર કોઈ બોજ નહીં પડે, LIC ભવિષ્યના તમામ હપ્તાઓ પોતે ચૂકવશે. હા, આ દ્વારા પરિવારને ₹ 10 લાખ (આકસ્મિક મૃત્યુ પર) ની તાત્કાલિક નાણાકીય સહાય મળશે.
કોણ લઈ શકે છે આ પોલિસી?
આ પોલિસીનો લાભ લેવા માટે પિતાની ઉંમર 18થી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ. તો તમારી દીકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષ હોવી જોઈએ
આ સ્કીમ તે બધા માતા-પિતા માટે વરદાન છે જે પોતાની દીકરીનું ભવિષ્ય આર્થિક રૂપે સુરક્ષિત કરવા ઈચ્છે છે. આ મોંઘવારીના સમયમાં તમારી દીકરીના સપનાને પાંખ આપવા માટે એક સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે