એક લાખ રૂપિયાના બની ગયા 24 લાખ રૂપિયા, ઈન્વેસ્ટરોને મળ્યું છપ્પરફાડ રિટર્ન

Multibagger Penny Stock: જો આપણે છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરના પ્રદર્શન પર નજર કરીએ, તો 16 ઓક્ટોબર, 2024 ના રોજ તે 148.50 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં તે વર્ષના સૌથી નીચલા સ્તરે 58.90 રૂપિયા પર આવી ગયો હતો.

 એક લાખ રૂપિયાના બની ગયા 24 લાખ રૂપિયા, ઈન્વેસ્ટરોને મળ્યું છપ્પરફાડ રિટર્ન

Multibagger stock: કહેવામાં આવે છે કે શેર બજાર પણ ભાગ્યનો ખેલ છે. કોઈ સ્ટોકમાં પૈસા લગાવી ઈન્વેસ્ટર ડૂબી જાય છે તો કોઈ સ્ટોકમાં તેને આશા કરતા વધુ રિટર્ન મળે છે. તેમાંથી એક છે ઓટોક્લેવ્ડ એરેટેડ કોન્ક્રીટ બ્લોક્સ બનાવનારી શેર બજારમાં લિસ્ટેડ એકમાત્ર કંપની બિગ બ્લોક કન્સ્ટ્રક્શનના શેર. તેણે ઈન્વેસ્ટરોને છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર રિટર્ન આપ્યું છે.

આ કંપનીના શેર 2020 એપ્રિલમાં 2.81 રૂપિયાના ભાવે મળી રહ્યાં હતા. પરંતુ પાંચ વર્ષ બાદ તેનો ભાવ 67.3 રૂપિયા થઈ ગયો છે. એટલે કે બિગ બ્લોક કન્સ્ટ્રક્શનના શેરમાં જેણે પણ 1 લાખ રૂપિયાનું રોકાણ 2020માં કર્યું હતું, તેની વેલ્યુ આજે વધીને 24 લાખ રૂપિયા થઈ ગઈ છે.

છપ્પરફાડ રિટર્ન
જો આ કંપનીના શેરના છેલ્લા એક વર્ષના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો 2024માં 16 ઓક્ટોબરે તે રેકોર્ડ હાઈ 148.50 રૂપિયા પર હતો, જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં વર્ષના નીચલા સ્તર 58.90 પર પહોંચી ગયો હતો.

વર્ષ 2015માં બનેલી કંપની એસી બ્લોક બનાવવામાં દેશની મુખ્ય કંપનીઓમાં સામેલ છે. આ કંપનીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા આશરે 1.3 મિલિયન ક્યુબિક મીટર છે. આ કંપનીના શેરને 2021ના ઓગસ્ટમાં પાંચ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ફેસ વેલ્યુ 10 રૂપિયાથી ઘટીને 2 રૂપિયા થઈ ગઈ હતી. કંપની તરફથી જુલાઈ 2024માં એક શેર પર એક બોનસ શેરની પણ જાહેરાત કરવામાં આવી હતી.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news