Tax New Rules: 22 એપ્રિલથી લાગૂ થયો નિયમ, PAN નહીં હોવા પર 2% ની જગ્યાએ આપવો પડશે 20% ટેક્સ
Tax New Rules: આવકવેરા વિભાગે લક્ઝરી વસ્તુની ખરીદી પર આવકવેરા નિયમમાં ફેરફાર કર્યો છે. જો તમને પણ લક્ઝરી વસ્તુ ખરીદવાનો શોખ હોય તો તમારે આ નિયમ જાણવો જરૂરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ જો તમે કોઈ લક્ઝરી બેગ, મોંઘી ઘડિયાળ, બ્રાન્ડેડ શૂઝ કે ગોલ્ફ કિટ ખરીદવા જઈ રહ્યાં છો, જેની કિંમત 10 લાખથી વધુ છે તો તમારે હવે 1 ટકા ટેક્સ ચુકવવો પડશે, જેને Tax Collected at Source (TCS) કહેવામાં આવે છે. આ નિયમ 22 એપ્રિલ 2025થી લાગૂ થઈ ગયો છે. આવકવેરા વિભાગે એક નવી યાદી જાહેર કરી છે, જેમાં લક્ઝરી સામાનની ખરીદી પર 1% TCS લાગશે, જો તેની કિંમત 10 લાખથી વધારે છે.
કઈ-કઈ વસ્તુ પર લાગૂ છે TCS
જો આ સામાનોની કિંમત 10 લાખ રૂપિયાથી ઉપર છે તો TCS લાગશે. વોચ (Wrist Watch), આર્ટ પીચ (Antiques, Paintings, Sculptures), કલેક્ટિબલ્સ (Coins, Stamps), યોટ્સ, હેલિકોપ્ટર, હોડી (Rowing Boats, Canoes), સનગ્લાસ, હેંડ બેગ, પર્સ, શૂઝ, સ્પોર્ટ્સ ગિયર (Golf Kit, Ski-Wear), હોમ થિએટર સિસ્ટમ, રેસિંગ કે પોલો માટે હોર્સ છે.
આ કઈ રીતે કામ કરે છે
જ્યારે તમે ₹10 લાખથી વધુની કિંમતની ઉપરોક્ત કોઈપણ વસ્તુ ખરીદો છો. તેથી વેચનાર 1% TCS કાપશે અને તમારા PAN નંબર પર ટેક્સ જમા કરશે. આ રકમ તમારા ફોર્મ 26AS માં દેખાશે. તમે ITR ફાઇલ કરતી વખતે ટેક્સ ક્રેડિટ તરીકે તેનો દાવો કરી શકો છો. જો તમારી પાસે કોઈ કર જવાબદારી નથી, તો આ રકમ તમને પરત કરવામાં આવશે.
જો PAN ના આપવામાં આવે તો TCSનો દર 20% રહેશે. એટલે કે ₹10 લાખની ખરીદી પર તમારે ₹2 લાખ TCS ચૂકવવા પડશે! આના દ્વારા સરકાર અજાણ્યા વ્યવહારો રોકવા માંગે છે.
સરકારનો ઈરાદો શું છે
આ સ્કીમ રેવેન્યુ વધારવા માટે નથી. પરંતુ તેનો ઉદ્દેશ્ય છે. ટેક્સ ક્લેરિટી વધારવાનો, આવક ટ્રેસબિલિટી નક્કી કરવી, અન્ડર-રિપોર્ટિંગ અને ટેક્સ ચોરીને રોકવાનો છે. જો તમે લક્ઝરી વસ્તુનો શોખ ધરાવો છો તો તમારે તેની ખરીદીમાં પાન નંબર આપવાનું ન ભૂલો- જેથી બાદમાં ટેક્સની ઝંઝટથી બચી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે