સુરતમાં બે બાળકો સાથે માતા રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેડે મહિલાનું મોત, બાળકોની હાલત ગંભીર

 Surat Crime News: ગુજરાતના સુરતમાં આપઘાતના કેસમાં ચોંકાવનારો વધારો થયો છે. આજે એક મહિલા પોતાના બે બાળકો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું છે, જ્યારે બે બાળકોને ઈજા પહોંચી છે. 

 સુરતમાં બે બાળકો સાથે માતા રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, ટ્રેનની અડફેડે મહિલાનું મોત, બાળકોની હાલત ગંભીર

સુરતઃ સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના સતત વધી રહી છે. આજે ફરી એક મહિલાએ રેલવે ટ્રેક પર બે બાળકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો ચે. જેમાં માતાનું મોત થયું છે જ્યારે બંને બાળકોને ગંભીર ઈજા પહોંચી છે. આજે બપોરે બે સંતાનો સાથે એક મહિલા સુરત રેલવે સ્ટેશન પર પહોંચી અને આપઘાતના ઈરાદા સાથે એક માલગાડી આગળ સૂઈ ગઈ હતી. ત્યારે ટ્રેનમાં આવી જતાં મહિલાનું મોત થયું છે. બંને બાળકોને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

માતાનું મોત, બંને બાળકોને ગંભીર ઈજા
પ્રાપ્ત વિગત અનુસાર સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક મહિલા પહોંચી હતી. પ્લેટફોર્મ પર પહોંચેલી મહિલાએ માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ટ્રેનના પાટા પર સૂઈ ગઈ હતી. માલગાડીની અડફેડે મહિલાનું મોત થયું છે. જ્યારે તેના બંને બાળકોને સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનમાં આ બનાવ બનવાને કારણે ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.

સામૂહિક આપઘાતના કેસમાં ચોંકાવનારો વધારો
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સામૂહિક આપઘાતના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં નવ જેટલા આપઘાતના બનાવો સામે આવ્યા છે. જેમાં ત્રણ તો સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ પહેલા એક માતાએ પોતાના બે વર્ષના બાળકને દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેર પીધું હતું. તો તાજેતરમાં બે મિત્રોએ ઝેર પીને બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી હતી. 

Disclaimer: જીવન અણમોલ છે. તેનું સંપૂર્ણ રીતે સન્માન કરો. દરેક ક્ષણનો આનંદ લો. કોઈ વાતથી પરેશાન હોવ તો જીવનથી હાર માનવાની જરૂર નથી. જીવનમાં સારો-ખરાબ સમય આવતો રહે છે. પરંતુ જ્યારે હતાશા, નિરાશા કે ડિપ્રેશનનો અનુભવ થાય તો સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 9152987821 પર સંપર્ક કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news