RBIના નિર્ણય બાદ PNBએ કરોડો ગ્રાહકોને આપી ભેટ, વ્યાજ દરમાં કર્યો મોટો ઘટાડો

Repo Rate : 6 જૂને MPCની જાહેરાત સાથે RBIએ સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ સેન્ટ્રલ બેંક દ્વારા બે વાર 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

RBIના નિર્ણય બાદ PNBએ કરોડો ગ્રાહકોને આપી ભેટ, વ્યાજ દરમાં કર્યો મોટો ઘટાડો

PNB Interest Rate : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તાજેતરમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી, પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંક સહિત ઘણી મોટી બેંકોએ લોન માટે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. પંજાબ નેશનલ બેંક (PNB)એ RBIના ઘટાડાનો લાભ તેના ગ્રાહકોને આપનારી પ્રથમ બેંકોમાંની એક હતી. PNBએ તેનો રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR) 8.85 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યો.

MCLRમાં કોઈ ફેરફાર નથી

જોકે, બેંકે તેના બેઝ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં કોઈ ફેરફાર કર્યો નથી. બેંક ઓફ ઈન્ડિયાએ તેનો રેપો આધારિત લેન્ડિંગ રેટ 8.85 ટકાથી ઘટાડીને 8.35 ટકા કર્યો. યુકો બેંકે એક અલગ રસ્તો અપનાવ્યો અને તમામ લોન મુદત માટે તેના MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. આ ફેરફારો 10 જૂનથી અમલમાં આવશે, તેનાથી હોમ અને પર્સનલ લોન જેવા વિવિધ પ્રકારની લોન થોડી વધુ સસ્તી બનશે.

UCO બેંકે વિવિધ MCLR ઘટાડ્યા

બેંકે તેના રાતોરાત MCLR 8.25 ટકાથી 8.15 ટકા, એક મહિનાનો MCLR 8.45 ટકાથી 8.35 ટકા અને ત્રણ મહિનાનો MCLR 8.6 ટકાથી 8.5 ટકા કર્યો છે. UCO બેંકે તેના છ મહિના અને એક વર્ષના MCLRને ઘટાડીને અનુક્રમે 8.8 ટકા અને 9 ટકા. બેંક ઓફ બરોડાએ પણ પસંદગીના લોન સમયગાળા માટે તેના રેપો-લિંક્ડ ધિરાણ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

6 જૂનના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપવા માટે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ સાથે RBI ગવર્નરે CRRમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની પણ જાહેરાત કરી હતી, જે 6 સપ્ટેમ્બર, 4 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 29 નવેમ્બરથી 25 બેસિસ પોઈન્ટના ચાર સમાન હપ્તાઓમાં અમલમાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news