વૃદ્ધાવસ્થામાં સહારો બનશે Post Office ની આ સ્કીમ, 1500 રૂપિયાના રોકાણ પર બનશે 35 લાખનું ફંડ

Post Office દ્વારા લોકો માટે અનેક બચત યોજના ચલાવવામાં આવે છે. લોકો પોતાની જરૂરીયાત પ્રમાણે સ્કીમની પસંદગી કરી શકે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે માહિતી આપીશું, જેમાં રોકાણ કરી તમે તમારી નિવૃત્તિ બાદનું જીવન સુરક્ષિત કરી શકો છો.
 

 વૃદ્ધાવસ્થામાં સહારો બનશે Post Office ની આ સ્કીમ, 1500 રૂપિયાના રોકાણ પર બનશે 35 લાખનું ફંડ

નવી દિલ્હીઃ ભારતીય પોસ્ટ ઓફિસની ઘણી બચત યોજનાઓ (Post Office Schemes) લોકો વચ્ચે લોકપ્રિય છે. આ યોજનાઓમાં પૈસા લગાવવાથી કોઈ જોખમ રહેતું નથી અને રિટર્નની પણ ગેરંટી મળે છે. આ કારણે લાખો લોકો પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કરી રહ્યાં છે.

પોસ્ટ ઓફિસની રૂપલ પોસ્ટલ લાઇફ ઈન્શ્યોરન્સ (RPLI) હેઠળ ઘણી યોજનાઓ ચાલે છે. તેમાંથી એક છે ગ્રામ સુરક્ષા યોજના. આ સ્કીમમાં દરરોજ માત્ર 50 રૂપિયા એટલે કે મહિને 1500 રૂપિયા બચાવી ભવિષ્યમાં 35 લાખ સુધીનું ફંડ બનાવી શકાય છે.

શું છે ગ્રામ સુરક્ષા યોજના?
ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરીને, રોકાણકાર બોનસ સહિત રૂ. 35 લાખ સુધી મેળવી શકે છે. આ સંપૂર્ણ રકમ રોકાણકારના 80 વર્ષની ઉંમરે કે તે પહેલાં મૃત્યુ પર નોમિનીને આપવામાં આવે છે.

19 થી 55 વર્ષની ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. રોકાણ રકમ રૂ. 10,000 થી રૂ. 10 લાખ સુધી રાખી શકાય છે. તમે તમારી સુવિધા મુજબ દર મહિને, ત્રણ મહિના, છ મહિના અથવા વાર્ષિક પ્રીમિયમ જમા કરાવી શકો છો.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરે આ યોજના લે છે, તો તેણે 55 વર્ષ સુધી દર મહિને લગભગ રૂ. 1,515 નું પ્રીમિયમ ચૂકવવું પડશે.

બોનસ અને લોનની સુવિધા
ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણ કરનારને પાંચ વર્ષ બાદ બોનસનો ફાયદો મળે છે. આ સિવાય ચાર વર્ષ બાદ તમે આ પોલિસી પર લોન પણ લઈ શકો છો. તમે ઈચ્છો તો પોલિસી શરૂ થવાના ત્રણ વર્ષ બાદ તેને સરેન્ડર પણ કરી શકો છો.

કેટલી મળશે રકમ?
માની લો કે તમે દરરોજ માત્ર 50 રૂપિયા બચાવો છો એટલે કે દર મહિને આશરે 1500 રૂપિયા જમા કરો છો. તો આ સ્કીમ હેઠળ તમને મેચ્યોરિટી પર 35 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે.

મેચ્યોરિટી પર મળનાર રકમ ઉંમર પ્રમાણે અલગ-અલગ હોય છે
55 વર્ષની ઉંમરે પરિપક્વતા - લગભગ 31.60 લાખ રૂપિયા
58 વર્ષની ઉંમરે પરિપક્વતા - લગભગ 33.40 લાખ રૂપિયા
60 વર્ષની ઉંમરે પરિપક્વતા - લગભગ 34.60 લાખ રૂપિયા
જો રોકાણકાર 80 વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ પામે છે, તો આ સંપૂર્ણ રકમ તેના નોમિનીને આપવામાં આવે છે.

કેમ ખાસ છે આ સ્કીમ?
પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજના તે લોકો માટે શાનદાર છે જે નાની બચત કરી મોટુ ફંડ બનાવવા ઈચ્છે છે, તે પણ કોઈ જોખમ વગર. તેમાં બોનસ, લોન અને ગેરંટીકૃત રિટર્નની સુવિધા છે, જેથી ગામડાઓમાં રહેતા લોકો માટે એક સુરક્ષિત રોકાણનો વિકલ્પ બની જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news