ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડીઓને મળ્યું સ્થાન, ઓસ્ટ્રેલિયામાં મચાવશે ધમાલ
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતની અન્ડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં આયુષ મ્હાત્રે કેપ્ટન છે તો વૈભવ સૂર્યવંશીને પણ સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ ગુજરાતી ખેલાડીઓને પણ તક મળી છે.
Trending Photos
Sports News: ભારતની અન્ડર-19 ટીમ આગામી સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ વચ્ચે ત્રણ એકદિવસીય અને બે ટેસ્ટ મેચ રમાશે. બીસીસીઆઈએ અન્ડર-19 ટીમ જાહેર કરી દીધી છે. આયુષ મ્હાત્રેને ટીમની કમાન સોંપવામાં આવી છે. ભારતની આ અન્ડર-19 ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે.
આ ત્રણ ગુજરાતી ખેલાડીઓ સામેલ
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જાહેર કરવામાં આવેલી અન્ડર-19 ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ત્રણ ખેલાડીઓને તક મળી છે. વેદાંત ત્રિવેદી, ખાલીન પટેલ અને હેનિલ પટેલને ભારતીય અન્ડર-19 ટીમમાં સ્થાન મળ્યું છે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતની અન્ડર-19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા (વાઈસ-કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આર.એસ. અંબરીશ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનીલ પટેલ, ડી.દીપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખીલન પટેલ, ઉદ્ધવ મોહન, અમન ચૌહાણ.
વૈભવ સૂર્યવંશી ટીમનો સ્ટાર ખેલાડી
ટીમમાં 14 વર્ષીય બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વૈભવે પાંચ મેચની યુથ ઓડીઆઈ શ્રેણીમાં 355 રન બનાવ્યા હતા. આમાં યુથ ઓડીઆઈ ઇતિહાસની સૌથી ઝડપી સદીનો પણ સમાવેશ થાય છે. તે યુથ ટેસ્ટ મેચોમાં નિષ્ફળ ગયો હતો અને આ વખતે તે પોતાની ખામીઓને દૂર કરીને મોટી ઇનિંગ્સ રમવા માંગશે.
ભારત અન્ડર-19 vs ઓસ્ટ્રેલિયા અન્ડર-19 ટૂર્નામેન્ટ શેડ્યુલ
21 સપ્ટેમ્બર- પ્રથમ એકદિવસીય મેચ
24 સપ્ટેમ્બર- બીજી એકદિવસીય મેચ
26 સપ્ટેમ્બર- ત્રીજી એકદિવસીય મેચ
30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર- પ્રથમ ટેસ્ટ મેચ
7થી 10 ઓક્ટોબર- બીજી ટેસ્ટ મેચ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે