દેશની મોટી સરકારી બેંકે કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો ! જાણો કોને થશે કેટલું નુકસાન
FD Rates : દેશની અગ્રણી સરકારી બેંકે એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ બેંકના કરોડો ગ્રાહકોને ઝટકો લાગ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બેંકે એફડી પરના વ્યાજ દરમાં કેટલો ઘટાડો કર્યો છે અને તેનાથી કોને મોટું નુકશાન થશે.
Trending Photos
Punjab National Bank FD Rates : દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંકે ફરી એકવાર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દરો 1 મે, 2025થી લાગુ થશે. જોકે, આ ફેરફાર એવા રિટેલ ગ્રાહકોને લાગુ પડશે જેમની થાપણો ૩ કરોડ રૂપિયાથી ઓછી છે. આ રીત હવે સામાન્ય ગ્રાહકોને FD પર 3.50% થી 7.10% સુધીનું વ્યાજ મળશે.
અગાઉ એપ્રિલ 2025માં પણ બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર FD વ્યાજમાં ફેરફાર કર્યો હતો. આ વખતે બેંકે કેટલાક ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના FD પરના વ્યાજ દરમાં મહત્તમ 25 બેસિસ પોઈન્ટ (0.25%)નો ઘટાડો કર્યો છે.
PNBમાં FD પરનો નવીનતમ વ્યાજ દર
આ ફેરફાર પછી સામાન્ય નાગરિકોને પંજાબ નેશનલ બેંકમાં 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50% થી 7.10% સુધીનું વ્યાજ મળશે. 390 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવશે જે 7.10% છે.
180થી 270 દિવસના સમયગાળા માટે વ્યાજ દર હવે 6.25% થી ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. તો 271 થી 299 દિવસના સમયગાળા માટે, વ્યાજ દર હવે 6.5% થી ઘટીને 6.25% થઈ ગયો છે. જ્યારે 303 દિવસની એફડી માટે વ્યાજ દર હવે 6.4% થી ઘટીને 6.15% થઈ ગયો છે. ઉપરાંત, 304 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજ દર 6.5% થી ઘટીને 6.25% થયો છે. તો 1 વર્ષની FD માટે વ્યાજ દર હવે 6.8% થી ઘટીને 6.7% થઈ ગયો છે.
વરિષ્ઠ નાગરિકો માટે નવીનતમ વ્યાજ દર
60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ સુધીના સમયગાળા માટે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સામાન્ય દર કરતાં 0.50% વધુ વ્યાજ દર અને 5 વર્ષથી વધુ સમયગાળા માટે 0.80% વધુ વ્યાજ દર મળશે. આ રીતે વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 4.00% થી 7.60% સુધીના છે.
સુપર સિનિયર સિટીઝન્સ માટે નવીનતમ વ્યાજ દર
પંજાબ નેશનલ બેંક 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને તમામ એફડી પર સામાન્ય દર કરતાં 0.80% વધુ વ્યાજ આપે છે. આ રીતે સુપર સિનિયર સિટીઝનને 4.30% થી 7.90% સુધીનું વ્યાજ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે