જ્યારે આ ટોપની અભિનેત્રીએ વેશ્યાવૃત્તિ અંગે કરી હતી કબૂલાત, બાથરૂમમાંથી....

બોલીવુડ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રીએ જાહેરમાં બધાની સામે જ વેશ્યાવૃત્તિની વાત કબૂલીને સન્નાટો મચાવી દીધો હતો. ત્યારબાદ લોકો એવા સ્તબ્ધ થઈ ગયા હતા કે વાત ન પૂછો. જાણો આ કિસ્સા વિશે...

જ્યારે આ ટોપની અભિનેત્રીએ વેશ્યાવૃત્તિ અંગે કરી હતી કબૂલાત, બાથરૂમમાંથી....

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં અનેક સ્ટાર્સ વિશે એવા એવા ખુલાસા થયા છે કે જાણીને લોકો દંગ રહી ગયા હતા. આજે અમે તમને એક અભિનેત્રીનો કિસ્સો જણાવીશું જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. વાત જાણે એમ છે કે આ અભિનેત્રીએ એકવાર કોર્ટમાં કબૂલ્યું હતું કે તે વેશ્યાવૃત્તિ કરે છે. આટલું સાંભળીને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જેને આ વાત ખબર પડી કે જાણે વિશ્વાસ કરવો જ મુશ્કેલ થઈ ગયો હતો. આ ઘટના બાદ અભિનેત્રીની કરિયર પર અસર થઈ હતી. જાણો આખરે આવું કેમ કહ્યું હતું અભિનેત્રીએ. 

ટોપની અભિનેત્રી
અમે વાત કરીએ છીએ વીતેલા જમાનાની દમદાર અભિનેત્રી માલા સિન્હા. માલા સિન્હાની તે સમયે ટોપની અભિનેત્રીઓમાં ગણતરી થતી હતી. તેમણે પોતાની કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મોથી કરી હતી. તેમને બંગાળી  ફિલ્મોથી જોકે ખાસ ઓળખ તો ન મળી પરંતુ ત્યારબાદ તેઓ મુંબઈ આવતા રહ્યા. માલા સિન્હાની મુલાકાત ગુરુ દત્ત સાથે થઈ. ગુરુ દત્તે તેમની સુંદરતા પર ફીદા થઈને વર્ષ 1957માં આવેલી ફિલ્મ પ્યાસા માટે તેમને કાસ્ટ કર્યા હતા. 

આવકવેરાની પડી હતી રેડ
ફિલ્મ પ્યાસા હિટ જતા જ માલા સિન્હાને ખુબ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તો માલા સિન્હાએ બાદશાહ, રિયાસત, રત્ન મંજરી, પૈસા હી પૈસા જેવી ફિલ્મોમાં કામ કર્યું. માલા સિન્હા વિશે કહેવાય છે કે તે ખુબ જ કંજૂસ હતા. એવું પણ કહેવાય છે કે વર્ષ 1978માં તેમના ઘર પર આવકવેરા વિભાગની રેડ પડી હતી. જેમાં તેમના બાથરૂમમાંથી 12 લાખ રૂપિયા મળી આવ્યા હતા. તે જમાનામાં આ રકમ ખુબ વધારે ગણાતી હતી. 

કરિયર પર થઈ અસર!
માલા સિન્હાના ઘરમાંથી મળી 12 લાખ રૂપિયા જે મળ્યા હતા તેને જપ્ત કરવાની વાતો થતી હતી. આ રૂપિયાને બચાવવા માટે માલા સિન્હાએ કોર્ટમાં એક એવું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. માલા સિન્હા વિશે કહેવાય છે કે તેમણે આ નિવેદન વકીલના કહેવા પર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પૈસા તેમણે વેશ્યાવૃત્તિ કરીને કમાયા હતા. માલા સિન્હાના આ નિવેદનથી લોકો પછી તેમને ખોટી નજરે જોવા લાગ્યા હતા. ત્યારબાદ તેમની કરિયર ઉપર પણ અસર થઈ હતી અને લોકોએ તેમની સાથે  કામ કરવાનું ઓછું કર્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news