Genelia First Marriage:રિતેશ દેશમુખ સાથે જેનેલિયા ડિસુઝાના છે બીજા લગ્ન, પહેલીવાર આ એક્ટર સાથે થયા હતા મેરેજ
Genelia First Marriage: એક્ટર રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનેલિયા ડિસુઝા બોલીવુડના પાવર કપલ તરીકે ફેમસ છે. આ જોડી લોકપ્રિય છે અને એકબીજા સાથે સુખી લગ્નજીવન જીવે છે. પરંતુ તાજેતરમાં જ ખુલાસો થયો છે કે જેનેલિયાના આ બીજા લગ્ન છે. અભિનેત્રીના પહેલા લગ્ન જોન અબ્રાહમ સાથે થઈ ગયા હતા. શું છે આ મામલો ચાલો તમને પણ જણાવીએ.
Trending Photos
Genelia First Marriage: અભિનેત્રી જેનેલિયા ડિસુઝા અને રિતેશ દેશમુખની જોડી બોલીવુડની સૌથી લોકપ્રિય જોડી છે. બંનેના લગ્ન વર્ષ 2012 માં થયા હતા અને તેમના બે દીકરા પણ છે. તાજેતરમાં ફિલ્મ સિતારે જમીન પર રિલીઝ થઈ છે જેમાં જેનેલિયા ડિસુઝા આમિર ખાન સાથે જોવા મળે છે. આ ફિલ્મ સાથે જ જેનેલિયા ડિસુઝાના લગ્ન જીવનને લઈને પણ કેટલીક ચર્ચાઓ શરૂ થઈ છે. આ ચર્ચાઓ છે કે રીતેશ દેશમુખ જેનેલિયા ડિસુઝાનો પહેલા પતિ નથી. જેનેલિયાના પહેલા લગ્ન તો જોન અબ્રાહમ સાથે થયા હતા. જેનેલિયાના પહેલા લગ્નનું સિક્રેટ શું છે તે હવે સામે આવ્યું છે.
રિતેશ દેશમુખ અને જેનેલિયાએ એકબીજાને 9 વર્ષ ડેટ કર્યા પછી 3 ફેબ્રુઆરી 2012 ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારથી આ કપલના લગ્ન જીવનમાં સમસ્યા થઈ હોય તેવી એક પણ વાત સામે આવી નથી. આ બંને એકબીજાની સાથે ખુશાલ લગ્ન જીવન જીવે છે. જેનેલિયાના જે પહેલા લગ્નની ચર્ચા થઈ રહી છે તે હકીકતમાં ભૂલથી થયેલા લગ્ન છે.
હકીકતમાં ઘટના એવી બની હતી કે જેનેલિયા ડિસુઝાની એક ફિલ્મ જોન અબ્રાહમ સાથે આવી હતી. જેનેલિયા અને જોન અબ્રાહમની આ ફિલ્મ હતી ફોર્સ. ફોર્સ ફિલ્મમાં જેનેલિયા ડિસુઝા અને જોન અબ્રાહમના લગ્ન થતા હોય તેવો એક સીન દર્શાવવામાં આવે છે. આ સીનના શૂટિંગ માટે જે પંડિતને બોલાવવામાં આવ્યા હતા તેણે સીન દરમ્યાન લગ્ન માટે જે સાચી વિધિ કરવાની હોય અને સાચા મંત્ર બોલવાના હોય તે બોલ્યા હતા. એટલે કે શૂટિંગના લગ્ન દરમ્યાન સાચા મંત્રો સાથે તેમને લગ્નની વિધિ કરી હતી. આ ઘટના ફોર્સ ફિલ્મના સેટ પર બની હતી. જેના કારણે એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે જેનેલિયા ડિસુઝાના પહેલા લગ્ન જોન અબ્રાહમ સાથે થયા છે. જોકે આ હકીકતમાં કરેલા લગ્ન ન હતા. શૂટિંગ દરમિયાન થયેલી એક ભૂલ હતી.
જેનેલિયા અને રિતેશ દેશમુખની મુલાકાત તુજે મેરી કસમ ફિલ્મના સેટ પર થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને નવ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી તેમણે લગ્ન કર્યા. લગ્ન પછી જેનેલિયાએ ફિલ્મી કરિયરથી દુરી બનાવી લીધી હતી અને હવે તેણે ફિલ્મોમાં કમબેક કર્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે