નિક જોનાસ vs રાઘવ ચડ્ઢાઃ કોણ છે ચોપડા પરિવારનો સૌથી ધનવાન જમાઈ?

Nick Jonas vs Raghav Chadha: નિક જોનાસ અને રાઘવ ચડ્ઢા બંને ચોપડા પરિવારના જમાઈ છે. આવો જાણીએ પ્રિયંકા ચોપડા અને પરિણીતિ ચોપડા બંનેના પતિમાં સૌથી વધુ ધનવાન કોણ છે?

નિક જોનાસ vs રાઘવ ચડ્ઢાઃ કોણ છે ચોપડા પરિવારનો સૌથી ધનવાન જમાઈ?

Entertainment News: ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે વર્ષ 2018મા લગ્ન કર્યા હતા. આ જોડી ફેન્સની એવરેટ છે. બંને કપલ હંમેશા ગોલ સેટ કરતા રહે છે. તો ચોપડા ખાનદાનની અન્ય એક દિકરી પરિણીતિ ચોપડાએ રાજનેતા રાઘવ ચડ્ઢા સાથે લગ્ન કર્યા છે. તો આવો આ રિપોર્ટમાં જાણીશું કે ચોપડા ખાનદાનના આ બંને જમાઈમાંથી કોણ વધુ ધનવાન છે અને કોની કેટલી નેટવર્થ છે?

કેટલી છે પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસની નેટવર્થ?
પ્રિયંકા ચોપડાના પતિ નિક જોનસ અમેરિકી એક્ટર, સિંગર અને સોન્ગ રાઇટર છે. તેણે પોતાના ભાઈઓ જો અને કેવિન જોનસની સાથે પોપ રોક બેંક જોનાસ બ્રધર્સના મેમ્બરના રૂપમાં પોતાની શરૂઆત કરી હતી. આજે નિક દુનિયાભરમાં જાણીતો છે. પોતાના ભાઈઓ સાથે નિક હંમેશા મ્યુઝિક કોન્સર્ટ્સ કરતો રહે છે. તેણે ઘણી હોલીવુડ ફિલ્મો પણ કરી છે. તો નિકની નેટવર્થની વાત કરીએ તો..

સેલિબ્રિટી નેટવર્થ અનુસાર નિકની અંદાજિત કુલ સંપત્તિ 80 મિલિયન ડોલર (લગભગ 665 કરોડ રૂપિયા) છે.

નિકની પત્ની અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ તેનાથી પાછળ નથી, જેમની કુલ સંપત્તિ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર 620 કરોડ રૂપિયા છે.

બંનેની કુલ સંપત્તિ 1285 કરોડ રૂપિયા છે.

નિક જોનાસની આવકનો મુખ્ય સ્ત્રોત ગાયન છે. તે ઘણીવાર તેના ભાઈઓ સાથે સંગીત કોન્સર્ટ ટૂર માટે $1.5 મિલિયન કમાય છે.

કેટલી છે પરિણીતિ ચોપડાના પતિ રાઘવ ચડ્ઢાની નેટવર્થ?
બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ આપ નેતા રાઘવ ચડ્ઢા સાથે 24 સપ્ટેમ્બર 2023ના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. પરિણીતિના પતિ રાઘવ ચડ્ઢા પંજાબથી રાજ્યસભા સાંસદ છે. 35 વર્ષીય રાઘવ આમ આદમી પાર્ટીના સાંસદ છે.

જીક્યુ ઈન્ડિયા પ્રમાણે રાઘવ ચડ્ઢાએ પોતાની 50 લાખ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કર્યો છે.

ડીએનએ અનુસાર તેમની પાસે 36 લાખ રૂપિયાનું એક ઘર છે.

રિપોર્ટ અનુસાર તેમની પાસે મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર, 4.94 લાખ રૂપિયાની કિંમતનું 90 ગ્રામ સોનું અને વિવિધ બોન્ડ, શેર અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં 6 લાખ રૂપિયાનું રોકાણ સામેલ છે.

બીજીતરફ પરિણીતિ ચોપડાની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયા છે. તેની પાસે લક્ઝરી ગાડીઓ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને બાંદ્રામાં સમુદ્ર કિનારે એક ઘર છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news