અમદાવાદની જેમ ફરી પાયલટનો Mayday-Mayday-Mayday કોલ, ટેકઓફના થોડી જ મિનિટમાં એન્જીન થયું ફેલ

Boeing 787 Dreamliner Engine fail: અમદાવાદમાં જે પ્લેન અકસ્માતનો ભોગ બન્યું હતું, તે કંપનીનું પ્લેન ફરી એકવાર ચર્ચામાં છે, બોઇંગ 787 ડ્રીમલાઇનર પ્લેન ઉડતાના થોડા જ મિનિટોમાં ટેક્નિકલ ફોલ્ટ આવ્યો હતો અને તેનું એક એન્જીનએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ પ્લેનમાં 230 મુસાફરો સવાર હતા.

અમદાવાદની જેમ ફરી પાયલટનો Mayday-Mayday-Mayday કોલ, ટેકઓફના થોડી જ મિનિટમાં એન્જીન થયું ફેલ

Boeing 787 Dreamliner Engine fail: અમેરિકાના નવોશિંગટન ડલેસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મ્યૂનિખ માટે ઉડાન ભરેલી એક ઈન્ટરનેશનલ ફ્લાટે ઉપર ચડતાની થોડી મિનિટોમાં ટેક્નિકલ ફોલ્ટ સામે આવ્યો, જેમાં થોડા સમય માટે દરેક શ્વાસ અધ્ધર થઈ ગયા, યૂનાઈટેડ એયરલાઈન્સની ફ્લાઈટ UA108, જેમાં 219 મુસાફરો અને 11 ક્રુ મેમ્બર બેઠા હતા, હવામાં પહોચતાની સાથે એન્જીન ફેલ થવાની ઘટના સામે આવી હતી.  

એન્જીને અચાનક કામ કરવાનું બંધ કરી દીધુ

આ ધટના ગયા અઠવાડિયે 25 જુલાઈના રોજ સાંજે લગભગ 6 વાગ્યે થઈ હતી, જ્યારે 10000 ફુટની ઉચાઈ પર ઉડી રહેલા બોઈંગ 787 ડ્રીમલાઈનરના જમણા એન્જીને અચાનક કામ કરવાનું બંધ કરી દીધુ, સ્થિતિને જોતા પાયલટે તરત Mayday કોલ આપ્યો હતો અને ઈમરજન્સીની જાહેર કરી હતી. જો કોઈ પણ વિમાનની સૌથી વધારે જોખમની ચેતવણી હોય છે.

જાનલેવા લેન્ડિગ કરવામાં આવી હતી

Mayday સિગ્નલ મળતા જ એયર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઈટને ડલેસ એરપોર્ટ પર પરત ફરવાની પરમિશન આપી, રાત્રે લગભગ 8:33 મિનિટે ફ્લાઈટને સફળતા પૂર્વક લેન્ડ કરવામાં આવી હતી. પાઈલટનો તરત રિસ્પોન્સ અને સંયમના કારણે મોટો ખતરો ટળી ગયો હતો.

એરપોર્ટની ફાયર અને રેસ્ક્યૂ ટીમએ તરત વિમાનનું ચેકિંગ કરી અને તેને ગેટ સુધી સુરક્ષીત રીતે ખેચીને લાવવામાં આવ્યું. કોઈ પણ મુસાફર કે ક્રુ મેન્બરને કોઈ વાગ્યું નથી, જેના કારણે ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મુસાફરો માટે બીજી ફ્લાઈટ

યૂનાઈટેડ એયરલાઈનએ તરત ફ્લાઈટએ કેન્સલ કરી અને મુસાફરોને નવા પ્લેનમાં મોકલવામાં આવ્યા, જ્યારે એરપોર્ટ ઓથોરીટીએ કહ્યું કે આ ઘટનાથી બીજી કોઈ ફ્લાઈટ રોકવામાં કે મોડી પડી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news