Rekha First Love: વિનોદ મેહરા કે અમિતાભ નહીં, આ વ્યક્તિ હતો રેખાનો પહેલો પ્રેમ, ઉમરાવ જાન ફિલ્મ પછી શરુ થઈ હતી Love Story
Rekha's First Love Story: હિંદી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખા તેના ફિલ્મી કરિયરની સાથે તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. ખાસ કરીને રેખાની લવ લાઈફની ચર્ચા સૌથી વધુ થાય છે. તેનું નામ અલગ અલગ એક્ટર્સ સાથે જોડાયું છે પરંતુ ખૂબ ઓછા લોકો એ વ્યક્તિ વિશે જાણે છે જેના પ્રેમમાં ઉમરાઉ જાન સૌથી પહેલા પડી હતી. આજે તમને રેખાના પહેલા પ્રેમ વિશે જણાવીએ.
Trending Photos
Rekha's First Love Story:રેખા અને અમિતાભ બચ્ચનના લવ અફેરની ચર્ચા વર્ષોથી થતી આવે છે. પરંતુ રેખાની લવ લાઇફની વાત કરીએ તો તેમાં ફક્ત અમિતાભ બચ્ચનનું નામ છે તેવું નથી. અમિતાભ બચ્ચન અને રેખાના પ્રેમની ચર્ચા જગજાહેર ભારે જોરથી થઈ હતી પરંતુ અમિતાભ બચ્ચન સિવાય પણ રેખાના જીવનમાં અલગ અલગ એક્ટર્સ આવ્યા હતા. રેખાની લવ લાઈફ શરૂઆતથી જ રહસ્યમયી રહી છે. તેથી ખૂબ ઓછા લોકો એ વ્યક્તિ વિશે જાણે છે જેના પ્રેમમાં રેખા સૌથી પહેલા પડી હતી. પરંતુ રેખાની પહેલી લવ સ્ટોરી પણ અધૂરી રહી ગઈ અને બંનેના રસ્તા અલગ અલગ થઈ ગયા.
રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રી રેખાએ એક્ટર વિનોદ મહેરા સાથે તો લગ્ન પણ કરી લીધા હતા પરંતુ વિનોદ મહેરાની માતાએ રેખાનું અપમાન કર્યું અને તેમને સ્વીકાર્યા નહીં ત્યાર પછી તેમના રસ્તા અલગ થઈ ગયા. રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની ચર્ચા પણ ખુલ્લેઆમ વર્ષો સુધી ચાલી હતી પરંતુ બંનેમાંથી કોઈએ આ પ્રેમનો સ્વીકાર જાહેરમાં ક્યારેય કર્યો નહીં. રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે અફેર ત્યાં સુધી પહોંચી ગયું હતું કે તેનાથી કંટાળી જયા બચ્ચાને રેખાને ઘરે બોલાવીને સંબંધો પુરા કરવાનું કહી દીધું હતું. આ ઘટના પછી રેખાએ અમિતાભ બચ્ચનને આપેલી વીંટી ઉતારી દીધી હતી. આ વાતનો ઉલ્લેખ યાસિર ઉસ્માને તેના પુસ્તકમાં કર્યો છે.
આ બંને એક્ટર સિવાય 1970 ના દાયકામાં રેખાનું નામ અન્ય અભિનેતાઓ સાથે પણ જોડાયું હતું. જેમાં નવીન નિશ્ચચલ, વિશ્વજીત, જીતેન્દ્ર, સંજય દત્ત સુધીના એક્ટરનું નામ આવે છે. પરંતુ ચર્ચાઓ એવી છે કે આ બધા એક્ટર પહેલા પણ રેખા એક વ્યક્તિના પ્રેમમાં પડી હતી. આ વ્યક્તિ રેખાનો પહેલો પ્રેમ હતો તેવી ચર્ચા છે.
કહેવાય છે કે રેખા જ્યારે ફિલ્મ ઉમરાઉ જાનનું શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના જીવનમાં સુપરહિટ ફિલ્મ મધર ઇન્ડિયાના ડાયરેક્ટર મહેબુબ ખાનના દત્તક પુત્ર સાજીદ ખાનની એન્ટ્રી થઈ હતી. સાજીદ ખાન એ વ્યક્તિ છે જેણે મધર ઇન્ડિયા ફિલ્મમાં સુનિલ દત્તના નાનપણનું પાત્ર ભજવ્યું હતું. સાજીદ ખાન તે સમયે દેખાવમાં ખૂબ જ હેન્ડસમ હતો. જ્યારે રેખાએ સાજીદ ખાનને પહેલી વખત જોયો તો જોતી જ રહી ગઈ. બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને ત્યાર પછી ઘણી પાર્ટીઓમાં રેખા સાજીદ ખાન સાથે જોવા મળતી.
રેખા અને સાજીદ ખાન થોડા સમય સુધી કપલ તરીકે એકબીજાની સાથે ફર્યા. મધર ઇન્ડિયા પછી સાજીદ ખાને પણ ઘણી બધી ફિલ્મો કરી. આ દરમિયાન સાજીદ ખાનના જીવનમાં અન્ય કોઈની એન્ટ્રી થઈ અને ત્યાર પછી રેખા સાથે તેના સંબંધો ઓછા થવા લાગ્યા. આ રીતે રેખાની પહેલી લવ સ્ટોરી પણ અધૂરી રહી ગઈ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે