જ્યારે સુષ્મિતા સેન સાથે ઈન્ટીમેટ સીન દરમિયાન બેકાબૂ થઈ ગયો હતો અભિનેતા, રડતી-રડતી ભાગી હતી અભિનેત્રી
Sushmita Sen : સુષ્મિતા સેનએ એક ફિલ્મમાં ઈન્ટીમેટ સીન દરમિયાન કો-એક્ટર પર ખરાબ રીતે સ્પર્ષ કરવાનો આરોપ લગાવ્યો હતો. અભિનેત્રી સીન શૂટ થયા બાદ રડતી રડતી ભાગી હતી.
Trending Photos
Sushmita Sen Intimate Scene With Mithun Chakraborty : બોલીવુડ ફિલ્મોમાં ઈન્ટીમેટ સીનની ભરમાર જોવા મળે છે. પરંતુ ઘણીવાર આ સીનના શૂટિંગ સમયે અભિનેત્રીઓએ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ અભિનેત્રીઓ સાથે ઈન્ટીમેટ સીન દરમિયાન કો-એક્ટર બેકાબૂ પણ થયા છે, તો કોઈએ ખરાબ હરકત કરી છે. સુષ્મિતા સેન સાથે પણ એક 25 વર્ષ મોટા અભિનેતાએ આવા એક સીનના શૂટિંગ દરમિયાન ખરાબ હરકત કરી જેનાથી અભિનેત્રી ડરી ગઈ હતી.
ચિંગારી ફિલ્મ દરમિયાન મિથુને સુષ્મિતા સેનને ખરાબ રીતે સ્પર્ષ કર્યું હતું. મહત્વનું છે કે સુષ્મિતા સેનએ વર્ષ 2006મા ફિલ્મ ચિંગારીમાં મિથુન ચક્રવર્તી સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં મિથુન અને સુષ્મિતા સેન વચ્ચે ઘણા લવ મેકિંગ સીન હતા. કલ્પના લાજમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સુષ્મિતા સેન સાથે ઈન્ટીમેટ સીન કરવા સમયે મિથુન ચક્રવર્તીએ કંઈક એવું કરી દીધું કે સેટ પર હાજર બધા ચોંકી ગયા હતા.
હકીકતમાં ફિલ્મમાં મિથુન અને સુષ્મિતા સેન વચ્ચે જ્યારે ઈન્ટીમેટ સીન ફિલ્માવામાં આવી રહ્યો હતો તો અભિનેત્રી તેને કરતા અસહજ થઈ રહી હતી અને વારંવાર રીટેક પણ કરી રહી હતી. તો ટેક ફાઇનલ થતાં જ સુષ્મિતા સેન તુરંત રડતા રડતા ત્યાંથી પોતાની વેનિટી વેનમાં ભાગી ગઈ હતી. આ જોઈ બધા ચોંકી ગયા હતા. તો ડાયરેક્ટર કલ્પનાએ સુષ્મિતા સેનને આ વ્યવહાર વિશે પૂછ્યુ તો અભિનેત્રીએ જણાવ્યું કે મિથુન ચક્રવર્તી સાથે ઈન્ટીમેટ સીન કરવા દરમિયાન તે હોશ ગુમાવી ચૂક્યા હતા અને તેમણે ખરાબ રીતે સ્પર્ષ કર્યો હતો. પરંતુ ડાયરેક્ટરે અભિનેત્રીને કહ્યું કે આ તેની ગેરસમજણ છે.
સુષ્મિતા સેનએ કરી હતી સ્પષ્ટતા
બાદમાં જ્યારે આ સમાચાર બહાર આવી ગયા તો સુષ્મિતા સેનને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે પછી મિથુન સાથે થયેલી ગેરસમજણ પર સ્પષ્ટતા આપી હતી. બાદમાં આ વિવાદ ખતમ થઈ ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે