IPL 2025 : મેચના ગણતરીના કલાકો પહેલા શ્રેયસ અય્યરની ટીમને મોટો ઝટકો, આ ઘાતક બોલર IPLમાંથી બહાર
IPL 2025 : પંજાબ કિંગ્સની ટીમ IPL 2025માં તેની છઠ્ઠી મેચ 15 માર્ચે KKR સામે રમશે. આ મેચ પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર ઈજાના કારણે આઈપીએલની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.
Trending Photos
IPL 2025 : પંજાબ કિંગ્સની ટીમ આગામી મેચ 15 માર્ચે એટલે કે આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે. આ મેચ પહેલા ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમનો મહત્વપૂર્ણ ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ ફર્ગ્યુસનની ખોટ વર્તાઈ હતી અને ટીમને 245 રન બનાવ્યા બાદ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
કોચે આપી અપડેટ
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલિંગ કોચ જેમ્સ હોપ્સે કહ્યું કે ટૂર્નામેન્ટના છેલ્લા તબક્કામાં પણ તેની વાપસીની શક્યતા ઓછી છે. ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકીને ગયા અઠવાડિયે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે માત્ર બે બોલ ફેંક્યા બાદ મેદાન છોડવું પડ્યું હતું. તેના ડાબા પગમાં ઈજા થઈ છે. કોચે KKR સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઈજા અંગે અપડેટ આપી છે.
ફિલ્ડિંગથી નિરાશ હોપ્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા હોપ્સે કહ્યું કે, ફર્ગ્યુસન અનિશ્ચિત સમય માટે બહાર છે. ટુર્નામેન્ટના છેલ્લા તબક્કામાં પણ તેના વાપસીની આશા ઓછી છે. તેને ગંભીર ઈજા થઈ છે. છેલ્લી મેચ અમારા માટે નિરાશાજનક રહી હતી. અમને ખબર હતી કે આમાં ઘણા રન બનશે, અમે મોટો સ્કોર પણ બનાવ્યો પરંતુ કેચ છોડવાના કારણે હારનો સામનો કરવો પડ્યો. અમે અત્યાર સુધીમાં 12 કેચ છોડ્યા છે. અમે આ માટે સખત મહેનત કરી રહ્યા છીએ.
હૈદરાબાદની ટીમે IPL 2025માં વાપસી કરી છે. પંજાબ કિંગ્સે વિસ્ફોટક બેટિંગ કરતા આ ટીમ સામે 246 રનનો પર્વત જેવો ટાર્ગેટ રાખ્યો હતો. પરંતુ અભિષેક શર્માએ 141 રનની શાનદાર ઇનિંગ રમીને આ લક્ષ્યને નાનું બનાવી દીધું હતું. હૈદરાબાદે બીજા સૌથી મોટા ટાર્ગેટનો પીછો કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે