‘કેટલાક સંબંધો નસીબથી વણાયેલા હોય છે…લોહીના નહીં...', અસિત મોદીનો દયા ભાભી માટે ઈમોશનલ મેસેજ

Asit Modi Touches Dayaben's Feet As Disha Vakani Ties Rakhi: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લોકપ્રિય સિરિયલમાંથી એક છે. 17 વર્ષથી ચાલતી સિરિયલના તમામ પાત્રો ચાહકોના દિલમાં વસે છે. સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરતી દિશા વાકાણી અને શોના પ્રોડ્યૂસર અસિત મોદીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રક્ષાબંધન નિમિત્તે પ્રોડ્યૂસર અસિત મોદી 'દયાબેન' પાસે રાખડી બંધાવે છે. તેમણે પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને સુંદર કેપ્શન પણ લખ્યું છે. 

‘કેટલાક સંબંધો નસીબથી વણાયેલા હોય છે…લોહીના નહીં...', અસિત મોદીનો દયા ભાભી માટે ઈમોશનલ મેસેજ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા આસિત મોદીએ અભિનેત્રી દિશા વાકાણી સાથે 9 ઓગસ્ટ, 2025ના રોજ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. દિશા વાકાણીએ જે શોમાં દયાબેનનું પાત્ર ભજવે છે, એ શોના પોડ્યુસર આસિત મોદીને રાખડી બાંધીને ભાઈ-બહેનના બંધનને મજબૂત કર્યું. આસિત મોદીએ આ ઉજવણીનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ટૂંક સમયમાં વાયરલ થયો છે. ચાહકોએ વીડિયો જોઈને દિશા વાકાણીને શોમાં 'દયાબેન' તરીકે પાછા લાવવાની માંગ કરી રહ્યા છે. આ સંદર્ભે આસિત મોદીએ જણાવ્યું કે દિશા તેમના માટે માત્ર દયાબેન નથી, પરંતુ બહેન જેવી છે, અને આ બંધન સ્ક્રીનની બહાર પણ મજબૂત છે.

અસિત કુમારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો કેપ્શનમાં લખ્યું ‘કેટલાક સંબંધો નસીબથી વણાયેલા હોય છે… લોહીના નહીં, પણ દિલના સંબંધો હોય છે. દિશા વાકાણી માત્ર આપણી ‘દયા ભાભી' નથી, મારી બહેન પણ છે. વર્ષોથી હાસ્ય, યાદો અને સ્નેહ વહેંચતો આ સંબંધ પડદા પૂરતો મર્યાદિત નથી. આ રાખી પર ફરી એકવાર એ જ અતૂટ વિશ્વાસ અને એ જ ઊંડો સ્નેહ અનુભવાયો. આ બંધન હંમેશાં એવું જ મધુર અને મજબૂત રહે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી છેલ્લા સાત વર્ષથી તારક મહેતા સિરિયલમાં જોવા મળતા નથી.

તમને જણાવી દઈએ કે “સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોવા મળે છે કે અસિત મોદી દયાબેનના ઘરે ગયા છે. દિશા ઉપરાંત તેનો પરિવાર પણ ત્યાં હાજર છે. આ દરમિયાન દિશા તેમને તિલક લગાવે છે, આરતી કરે છે. તેમના હાથ પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. આ દરમિયાન અસિત મોદી પણ 'દયાભાભી'ને મીઠાઈ પણ ખવડાવે છે. અસિત મોદી અને તેમનાં પત્ની દિશાને પગે લાગે છે, પણ તે બંનેને અટકાવી દે છે અને પોતે બંનેને પગે લાગે છે. વીડિયોમાં પારિવારિક માહોલ જોઈને ફેન્સ પણ ઈમોશનલ થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news