બે નરાધમોએ 14 વર્ષની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, છોકરી ગર્ભવતી થઈ ત્યારે ભાંડો ફૂટ્યો

ખેડામાં એક સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. આ સગીરાને એક દિવસ પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનો જ્યારે ડોક્ટર પાસે લઈ ગયા તો સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર કાંડ સામે આવ્યો હતો.

 બે નરાધમોએ 14 વર્ષની સગીરા પર આચર્યુ દુષ્કર્મ, છોકરી ગર્ભવતી થઈ ત્યારે ભાંડો ફૂટ્યો

ખેડાઃ ખેડામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં બકરી ચરાવવા જતી 14 વર્ષની સગીરાને ગામના જ રણજીત તળપદા અને કિરણ તળપદા નામના બે નરાધમોએ દુષ્કર્મનો શિકાર બનાવી છે. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને જ્યારે પેટમાં અચાનક દુ:ખાવો ઉપડ્યો... અને તેના માતા-પિતા સ્થાનિક ડૉક્ટર પાસે સગીરાને લઈ ગયા હતા. તબીબે તપાસ કરતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ સાંભળતા જ સગીરાના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.

ગર્ભવતી બનેલી સગીરાએ માતા-પિતાને સમગ્ર હકીકત જણાવી... માતા-પિતા બંને આરોપીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર મામલાની જાણકારી નરાધમોના પરિવારજનોને આપી હતી. જો કે, નરાધમોના કાકા ડાહ્યાભાઈ તળપદાએ સગીરા અને તેના પરિવારજનોને અપશબ્દો બોલ્યા અને ધમકી પણ આપી...ઉશ્કેરાયેલા કાકાએ સગીરાને બધા સામે લાફો પણ ઝીંકી દીધો હતો.

સમગ્ર મામલો સામે આવી જ નરાધમોના કાકાએ સગીરા સાથે ગેરવર્તન કર્યુ હતું. એટલું જ નહીં સગીરાને બળજબરી પૂર્વક ગર્ભપાત કરવવા માટે દબાણ પણ કર્યું... નરાધમોના કાકા ડાહ્યાભાઈ તળપદાએ વસોના ડૉક્ટરનો સંપર્ક કર્યો.. જ્યાં સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. 

સમગ્ર મામલે ન્યાય માટે ફરિયાદીએ લીંબાસી પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં બંને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે બંનેની તાત્કાલીક ધરપકડ કરી હતી.

ગર્ભપાતમાં સંડોવાયેલા વસોના ડૉક્ટર વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે. સાથે જ જે ક્લિનિકમાં ગર્ભપાતની પ્રવૃતિ થઈ હતી ત્યાંથી મજબૂત પુરાવા મળી રહે તે દીશામાં પોલીસ કામ કરી રહી છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news