વડોદરામાં સંતુષ્ટિનો રાજભોગ આઇસ્ક્રીમ, કબિરનું પનીર સહિત 21 ખાદ્ય નમૂના ફેલ; લોકોના આરોગ્ય સાથે ચેડાં
Vadodara News: વડોદરા શહેર વિસ્તારમાં કોર્પોરેશનની ખોરાક શાખાએ લીધેલા 21 નમૂના ફેઇલ થયા લીધા છે. જી હા...વડોદરા શહેર વિસ્તારમાં પનીર, આઈસ્ક્રીમ, અંજીર, મરચાં અને સીંગતેલના મળી 21 નમૂના ફેઈલ થયા હોવાના સમાચાર છે. ખોરાક શાખાની ટીમે શહેરની અલગ અલગ દુકાન પરથી નમૂના લીધા હતા. આઈસ્ક્રીમના સૌથી વધુ 10 સેમ્પલ ફેઈલ થયા હોવાના સમાચાર છે.
Trending Photos
Vadodara News: જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જુદાજુદા પ્રકારના આઇસક્રીમ, આમલીની ચટણી, પનીર, પ્રીપેર્ડ ફુડ, તેલ, કોર્ન ફ્લોર, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, અંજીર, મરચા પાવડર, ફ્રોઝન ડેઝર્ટ વિગેરેનું વેચાણ કરતા રીટેલર, હોલસેલર, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક, રીપેકર વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા રીટેલર, હોલસેલર, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક, રીપેકરમાંથી જુદાજુદા પ્રકારના આઇસક્રીમ, આમલીની ચટણી, પનીર, પ્રીપેર્ડ ફુડ, તેલ, કોર્ન ફ્લોર, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, અંજીર, મરચા પાવડર, ફ્રોઝન ડેઝર્ટ વિગેરેનાં 21 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી 21 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખોરાક શાખાએ લીધેલા ખાધ પદાર્થના આ નમૂના નાપાસ થયા
1. સુમિત હેમંતભાઈ પંચાલ - રાજભોગ આઈસ્ક્રિમ - સંતુષ્ટી શેક પ્રા.લિ. રિલાયન્સ સર્કલ સામે, માંજલપુર
2. પ્રણવ વિપીનભાઈ કંદોઈ - આમલીની ચટણી - મોહન ભજિયા હાઉસ, ટાવર ચાર રસ્તા, રાવપુરા
3. રોહન રોહિત સેહગલ - પનીર - કબીર હોસ્પિટાલિટી, સેવાસી - ભીમપુરા રોડ
4. રાજેન્દ્ર તેલી - ચીકન લાહોરી - વેલોસિટી હોસ્પિટાલિટી - એમરલ્ડ બિલ્ડીંગ, રેસકોર્સ
5. રાજેન્દ્ર તેલી- પનીર દરબારી - વેલોસિટી હોસ્પિટાલિટી એમરલ્ડ બિલ્ડીંગ, રેસકોર્સ
6. શિવમ મહેન્દ્રભાઈ પટેલ - રિફાઈન્ડ કોટન સીડ ઓઈલ - શિવમ એન્ટરપ્રાઈઝ, (ઓમ) કંપની સીલ પેક આંગન ટાવર, માણેજા
7. અશોક પ્રવીણચંદ્ર ખાન્દોર - કોર્ન ફલોર (લુઝ) - જનરલ ફુડ એન્ડ કેમિકલ કોર્પો. જીઆઈડીસી, મકરપુરા
8. અમિત અશોકભાઈ ઈત્તન - પનીર બટર મસાલા - લક્ષ્મીનારાયણ રિસોર્ટ, અટલાદરા
9. રમેશ પ્રેમજીભાઈ પટેલ - પેકેજ્ડ ડિકીંગ વૉટર -બજરંગ આઈસ ફેક્ટરી, નારાયણ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, જૂના છાણી રોડ
10. સેલજા રાજેશ કાળે - મગફળીનું તેલ - સમથ લકડા ઘાણી, આર.એલ.પટેલ એસ્ટેટ, છાણી
11. પ્રશાંત અરવિંદકુમાર સોલંકી - વેનીલા આઈસ્ક્રિમ - જય સાંઈ એજન્સી પરીખ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, યમુના મિલ, પ્રતાપનગર
12. વીક્કી રાઠી - અંજીર (લુઝ) - દેવરાજ એન્ટરપ્રાઈઝ, -હાથીખાના
13. જયકિશન સુરેશભાઈ ગોલાની - મરચા પાવડર (લુઝ) - શિવ મસાલા મિલ, ચોખંડી મેઈન રોડ
14. જાવેદખાન પઠાણ - આઈસ્ક્રિમ કેસર પિરતા - કામાથ્સ નેચરલ રીટેઈલ પ્રા.લિ. ધ એમરલ્ડ, રેસકોર્સ સર્કલ
15. વિકાસમણી ત્રિલોકી તિવારી - ફોઝન ડેઝર્ટ બટર સ્કોચ - બ્લિન્કીટક કોમર્સ પ્રા.લિ. (ક્વોલિટી વૉલ્સ કંપની પેક)
16. સંજય પર્વતભાઈ પરમાર - બ્લેક કરંટ આઈસ્ક્રિમ (વાડીલાલ) - વાડીલાલ એન્ટરપ્રાઈઝ, વ્રજ એપાર્ટમેન્ટ, નિઝામપુરા
17. મહેશ્વરી મોહિત રાજેન્દ્ર - આઈસ્ક્રિમ અમેરિકન ડાયફુટ - રાજ રાજેશ્વરી જ્યુશ એન્ડ આઈસ્ક્રિમ - વ્રજ એપાર્ટમેન્ટ, નિઝામપુરા
18. પારસ સીતારામ વાઘેલા - આઈસ્ક્રિમ રાજભોગ -રાજસ્થાન કુલ્ફી હાઉસ, જ્ઞાનકુંજ સોસાયટી, ન્યુ સમા રોડ
19. પારસ સીતારામ વાઘેલા - આઈસ્ક્રિમ સીતાફળ -રાજસ્થાન કુલ્ફી હાઉસ, - જ્ઞાનકુંજ સોસાયટી, ન્યુ સમા રોડ
20. મનીષ લુલારામ શાહ - આઈસ્ક્રિમ ગોલ્ડન પર્લ- ઈન્નાની આઈસ્ક્રિમ મેન્યુફેક્ચરિંગ ક. સરદાર એસ્ટેટ, આજવા રોડ
21. મનીષ લુલારામ શાહ - આઈસ્ક્રિમ રાજભોગ - ઈન્નાની આઈસ્ક્રિમ મેન્યુફેક્ચરિંગ કં. સરદાર એસ્ટેટ, આજવા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે