વિકસિત ગુજરાતમાં બેરોજગારીની અસલિયત ખુલ્લી પડી! તલાટીની 2389 જગ્યાઓ માટે અધધધ...અરજીઓ
Gujarat Records Lowest Unemployment Rate: વાઇબ્રન્ટ ગુજરાતમાં બેરોજગારીનું બિહામણું ચિત્ર. તલાટીની ૨૩૮૯ જગ્યાઓ માટે અધધધ.. ૪ લાખથી વધુ અરજીઓ. તલાટીની એક જગ્યા માટે સરેરાશ ૨૦૦ ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં, બેરોજગાર યુવાઓ માટે સરકારી નોકરી એક સપનું. આ પરથી વાઇબ્રન્ટ-વિકસીત ગુજરાતમાં બેરોજગારીની અસલિયત ખુલ્લી પડી હતી.
Trending Photos
વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની અઢળક તકો રહેલી છે તેવી ગુલબાંગો ફૂંકાઈ રહી છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મની સંખ્યાથી જ ગુજરાતમાં બેકારીનું વાસ્તવિક જ નહીં પણ બિહામણું ચિત્ર પ્રકાશમાં આવ્યું છે. તલાટીની ૨૩૮૯ જગ્યાઓ માટે નોકરી મેળવવા માટે અત્યાર સુધી૪ લાખથી વધુ અરજીઓ આવી છે. તલાટીની એક જગ્યા માટે સરેરાશ 200 ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં સામે આવ્યું છે આ સાથે જ બેરોજગાર યુવાઓ માટે સરકારી નોકરી એક સપનું બની ગયું છે.
હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. મંગળવારે છેલ્લો દિવસ હોવાથી મોડી રાતના 12 વાગ્યા સુધી ઉમેદવારોએ તલાટીના ફોર્મ ભર્યા હતાં. તલાટીની 2389 જગ્યાઓ ખાલી પડી છે ત્યારે 4 લાખ શિક્ષિત બેરોજગારોએ અરજી કરી હતી, આ સાથે જ વિકસીત ગુજરાતમાં બેરોજગારીની અસલિયત ખુલ્લી પડી હતી.
એક બાજુ ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી આવી રહી છે અને ગ્રામ પંચાયતોને સુદ્દઢ બનાવવા માટે સરકારે તલાટીની ભરતી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે છેલ્લે વર્ષ 2016માં 2800 તલાટીઓની ભરતી કરવામાં આવી હતી. તે પછી અનેક ગામમાં તલાટીની ખોટ હોવા છતાં ભરતી કરવામાં આવી નહોતી. આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 2389 તલાટીની ભરતી પ્રક્રિયા હાથ ધરી છે ત્યારે 26મી મેથી કોર્મ ભરવાનું શરૂ થયુ છે. 10મી જૂનની મોડી રાત ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી તે જોતાં ઉમેદવારીએ રાતના 12 વાગ્યા સુર્ષી ફોર્મ ભર્યા હતાં.
તલાટીના ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો, જેના કારણે મોટી સંખ્યામાં ઉમેદવારો તલાટીના ફોર્મ ભર્યા હતા. મંગળવારે બપોર સુધીમાં તલાટી માટે 4.50 લાખથી વધુ અરજીઓ આવી હતી. જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ તો પરીક્ષા ફી સુધ્ધા ભરી દીધી છે. તલાટી માટે કુલ ફોર્મ કેટલાં ભરાયાં તે બુધવારે મોડી સાંજ સુધીમાં ખબર પડશે. જે રીતે ફોર્મ ભરાર્યો છે તે જોતાં તલાટીની પ્રત્યેક એક જગ્યા માટે 200 ઉમેદવારો પરીક્ષાના મેદાને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે