Morari Bapu Wife Death: પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીનું નિધન; તલગાજરડા નિવાસસ્થાને લીધા અંતિમ શ્વાસ
Morari Bapu wife Narmadaben passes away: ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
Trending Photos
દેશ-દુનિયામાં જાણીતા પ્રખર રામાયણ કથાકાર મોરારીબાપુના ધર્મપત્નીના નિધનના સમાચાર મળી રહ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હતું. આજે સવારે 9:00 વાગે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે રાખવામાં આવી રહી છે.
મોરારીબાપુના ધર્મ પત્ની નર્મદાબેનનું નિધન
ભાવનગર મહુવા જાણીતા કથાકાર મોરારીબાપુના ધર્મ પત્નીનું નિધન થયું છે. નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું નિધન થયું છે. ભાવનગર મહુવાના તલગાજરડાના નિવાસસ્થાને નિધન થયું હોવાના દુઃખદ સમાચાર મળ્યા છે. મોરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા. આજે તેઓની સમાધિ વિધિ તલગાજરડા મુકામે કરાશે.
અહીં ઉલ્લેખનીય છે કે નર્મદાબેનની તબિયત થોડા સમયે ખરાબ હતી, તથા બે દિવસથી તેમણે અન્નનો ત્યાગ કર્યો હતો. મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનની ઉંમર લગભગ 75 વર્ષ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે