ગુજરાતની 7 વર્ષની દીકરીએ યુરોપમાં વગાડ્યો ડંકો! ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

7 Year Old Chess Champion: ગુજરાતની માત્ર 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ ઈતિહાસ રચી દીધો છે. વાંકા લક્ષ્મીએ યુરોપ કન્ટ્રીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધામાં જળહળતું પ્રદર્શન કરી વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે અંકિત કર્યો છે.

ગુજરાતની 7 વર્ષની દીકરીએ યુરોપમાં વગાડ્યો ડંકો! ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ-1માં અભ્યાસ કરતી સાત વર્ષની પ્રાગણિકા વાંકા લક્ષ્મીએ યુરોપ કન્ટ્રીમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ સ્પર્ધામાં જળહળતું પ્રદર્શન કરી વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે અંકિત કર્યો છે. જે બદલ શાળા અને પરિવારે ગૌરવભેર લાગણી વ્યક્ત કરી છે. માત્ર સાત વર્ષની પ્રાગણિકા ની આ અનોખી સિદ્ધિ ને લઈ માતા પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે. જોકે સાત વર્ષની પ્રાગણિકા ની આ સિદ્ધિ પાછળ તેની મોટી બહેન વરેણીયા પ્રેરણા સ્ત્રોત બની છે. માસુમ સાત વર્ષની આ બાળકીએ ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં નવું રાઉન્ડ જીતી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

ઈરાદા અને મન મક્કામાં હોય તો દરેક કાર્ય સિદ્ધ કરવામાં હંમેશા સફળતા મળે છે. તેમાં પણ જો નાની ઉંમરે જ મોટી સિદ્ધિ હાસિલ કરવામાં આવે તો સૌ કોઈના મનમાં એક વિચાર ચોક્કસથી આવે. જી હા વાત કરી રહ્યા છે સુરતની જ્યાં એક સાત વર્ષની ધોરણ-1 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ખૂબ જ નાની ઉંમરમાં ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી શાળા અને પરિવારનો ગૌરવ વધાર્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી એસ.ડી.જૈન શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી પ્રાગણિકા વાંકા લક્ષ્મી યુરોપ કન્ટ્રીમાં યોજાયેલ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ 35 જેટલા દેશોના સાત વર્ષથી લઈ 17 વર્ષ સુધીના ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જે પૈકી સુરતની સાત વર્ષની વિદ્યાર્થીની ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

યુરોપ ના સર્બિયા વૃંજાકા બાંજામાં એ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી.ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025 ની આ સ્પર્ધામાં અંડર 7 ગર્લ્સ કેટેગરીમાં પ્રાગણિકાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.પ્રાગણિકા એ છેલ્લા 15 માસ દરમ્યાન ત્રણ વખત સ્ટેટ ચેમ્પિયનશિપ સ્પર્ધા રમી ચૂકી છે.જે સ્પર્ધામાં પણ તેણીએ ચેમ્પિયનશિપ ની ખિતાબ મેળવ્યો છે.બહેન વરેણ્યા વાંકાની પ્રેરણા થી તેણીએ આ અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી.7 વર્ષની લક્ષ્મી પ્રજ્ઞિકા વાંકા ધોરણ 1 ની વિધાર્થીની છે.જ્યાં બંને બહેનોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બિન રહેણાંક સેન્ટર ઓફ એક્સિલન્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

માત્ર 7 વર્ષની ઉંમરે માસુમ બાળકીની જળહળતી સિદ્ધિને લઈ પરિવાર અને શાળાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.યુરોપ થી પરત ફરેલી પ્રાગણિકા વાંકાનું પરિવાર અને શાળાએ મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી સન્માન કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ઘણી સ્પર્ધાઓમાં ભાગ લઈ ચેમ્પિયનશિપની પદવી હાંસલ કરી છે.જેમાં અમદાવાદ ખાતે વર્ષ 2023 માં 3 ડિસેમ્બરના રોજ યોજાયેલી અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં ગુજરાત રાજ્ય ચેસ ઇન્ટર સ્કૂલ ચેમ્પિયન ની પદવી હાંસલ કરી હતી.

તેવી જ રીતે વર્ષ 2024 માં જુલાઈ માસ દરમિયાન અમદાવાદ ખાતે યોજાયેલી અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં 2024 માટે ગુજરાત રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ બની હતી. જ્યારે ડિસેમ્બર 2024 માં અમદાવાદ ખાતે યોજાયેલી અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં 2024 માટે ફરી ગુજરાત રાજ્ય ચેસ ઇન્ટર સ્કૂલ રનર અપ તરીકે જાહેર થઈ હતી. આ ઉપરાંત આંધ્રપ્રદેશના પેડા પુરમ ખાતે યોજાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ 2024 માં અંડર સેવન ગર્લ્સ કેટેગરીમાં તે બીજા ક્રમે રહી હતી. જ્યારે સુરત અને મુંબઈ ખાતે યોજાયેલી ઘણી ટુર્નામેન્ટમાં પણ તેણી અંડર સેવન કેટેગરીમાં ચેમ્પિયન રહી ચૂકી છે. 

પ્રાગણિકા માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક માત્ર અન્ડર 16 બાળકી છે. જેને વર્ષ 2024 માં ક્લાસિકલ ફોર્મેટ માં ફીડે રેટિંગ 1450 મળ્યું છે. તેણીના કોચ રોહન ઝુલ્કા છે. જે રોહન ઝુલકાના જણાવ્યા અનુસાર તેણીએ આ ટુર્નામેન્ટ માટે ઘણી સખત મહેનત કરી હતી. એક્સ્ટ્રા ટાઈમ આપીને પણ તેણીને તૈયાર કરવામાં આવી હતી. માતા પ્રવિણા અને પિતા રામનાથ વાંકા એ પણ તેણીને અહીં સુધી લાવવામાં ઘણી મહેનત કરી હતી. તેણીની સફળતા પાછળ મોટું એક કારણ પણ છે. જેમાં બધી ટુર્નામેન્ટ માં તેણીને ભાગ લેવડાવવામાં આવતો હતો. જેના કારણે તેણીએ ટુર્નામેન્ટ રમવાનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો છે. માસુમ સાત વર્ષની આ બાળકીની ઝળહળતી સીધી પાછળ પરિવારનું માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોત તો કારણ છે જ પરંતુ તેની સાથે સાથે શાળા પરિવાર અને તેણીના કોચનું પણ તેટલું જ યોગદાન રહ્યું છે. જે બદલ સૌ કોઈ બાળકીની આ સિદ્ધિ ને લઈ ગૌરવભેર લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news