વક્ફ બિલ: મુસ્લિમ સંગઠનોએ નીતિશકુમાર-ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓને આપી ધમકી, વિરોધ કરો નહીં તો...
Waqf Amendment Bill: વક્ફ બિલ આજે લોકસભામાં સદનના પટલ પર રજૂ કરાશે અને તેના પર ચર્ચા કરશે. લોકસભામાં સંખ્યાબળ જોતા સરકારને આ બિલ પાસ કરાવવામાં મુશ્કેલી પડે તેવું લાગતું નથી. જો કે આ બધા વચ્ચે મુસ્લિમ સંગઠનોએ એનડીએમાં સામેલ અને વક્ફ બિલનું સમર્થન કરી રહેલા પક્ષોને ધમકી આપી છે.
Trending Photos
Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ 2024 અંગે દેશભરમાં મચેલી બબાલ વચ્ચે મુંબઈના હાંડીવાલા મસ્જિદમાં મંગલવારે ઉલેા, ઈમામ અને મદરેસા શિક્ષકોની ઈમરજન્સી બેઠક થઈ. આ બેઠકમાં બિલના વિરોધમાં અવાજ બુલંદ કરાયો અને તેને મુસલમાનોની સંપત્તિઓ પર કબજો કરવાનું સુનિયોજીત ષડયંત્ર ગણાવ્યું. બેઠકનું આયોજન રઝા એકેડેમી દ્વારા કરાયું હતું. જેમાં સંગઠનના પ્રમુખ અલહાઝ મોહમ્મદ સઈદ નૂરી સાહેબે કહ્યું કે વક્ફ બિલ 2024 સીધી રીતે મુસલમાનોની સંપત્તિઓ પર કબજો જમાવવાનું ષડયંત્ર છે જેને કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.
કરો યા મરોની ચેતવણી
હેઠકમાં હાજર ધાર્મિક નેતાઓનું કહેવું હતું આ બિલ દ્વારા વક્ફ સંપત્તિઓને હડપવાની કોશિશ થઈ રહી છે. મૌલાના એઝાઝ અહેમદ કાશ્મીરીએ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે "વક્ફની જમીનો કોઈના બાપની જાગીર નથી, તે અમારા પૂર્વજોની સંપત્તિ છે અને તેની રક્ષા કરવી એ અમારું ધાર્મિક કર્તવ્ય છે." તેમણે એમ પણ કહ્યું કે "આ બિલ વિરુદ્ધ તેઓ દરેક કુરબાની આપવા માટે તૈયાર છે."
રાજકીય પક્ષોને ચેતવણી
સઈદ નૂરીએ સમર્થન કરી રહેલા પક્ષો, ખાસ કરીને ચંદ્રબાબુ નાયડુ, નીતિશકુમાર, જયંત ચૌધરી, અને ચિરાગ પાસવાનને ચેતવતા કહ્યું કે "જો તેઓ 2 એપ્રિલના રોજ સંસદમાં આ બિલનો ખુલ્લેઆમ વિરોધ નહીં કરે તો અલ્પસંખ્યક સમુદાયનો તેમના પરથી ભરોસો ઉઠી જશે." તેમણે આરોપ લગાવ્યો કે "જો આ નેતાઓ બિલનો વિરોધ નહીં કરે તો તેનો અર્થ એ થશે કે તેમણે પોતાની પાર્ટીઓને મોદી સરકારને હાથ વેચી દીધી છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે