ગુજરાત કોંગ્રેસમાં અધિવેશન પહેલા થઈ નવાજૂની, બે નેતાઓ એવા બાખડ્યા કે તું-તારી પર ઉતરી આવ્યા

MLA Gyasuddin Sheikh Vs MLA Bharat Makwana : કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં કોંગ્રેસના બે નેતા બાખડ્યા... પ્રદેશ પ્રમુખની ઓફિસમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂર્વ MLA ભરત મકવાણાને ગાળો ભાંડી કોલર પકડ્યો

ગુજરાત કોંગ્રેસમાં અધિવેશન પહેલા થઈ નવાજૂની, બે નેતાઓ એવા બાખડ્યા કે તું-તારી પર ઉતરી આવ્યા

Congress National Convention : રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ વચ્ચે મોટી ઘટના બની છે. કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યોની તું-તારી પર ઉતરી આવ્યા હતા. રૂપિયાના જૂના હિસાબની લેવડ દેવડને લઈ શક્તિસિંહ ગોહિલની ચેમ્બરમાં જ બંને નેતાઓ વચ્ચે તડાફડી જામી હતી. 

બન્યું એમ હતું કે, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા આમને-સામને આવ્યા હતા. ગઈકાલ સાંજે પ્રદેશ અધ્યક્ષની ચેમ્બરમાં ગ્યાસુદ્દીન શેખ અને ભરત મકવાણા વચ્ચે ગાળાગાળી થઈ હતી. ભરત મકવાણા બેઠા હતા ત્યારે ગ્યાસુદ્દીન શેખે આવી ઉઘરાણી કરતા મામલો બીચક્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અમિત ચાવડા, ઉષા નાયડુ, પ્રગતિ આહીર, નીરવ બક્ષી સહિતના નેતાઓની હાજરીમાં જ બબાલ થઈ હતી. 
 
લોકસભા ચૂંટણી સમયે થયેલ ખર્ચના હિસાબને લઈ બંને નેતાઓ બાખડી પડ્યા હતા. ભરત મકવાણા અમદાવાદ પશ્ચિમ લોકસભા પરથી ચૂંટણી લડ્યા ત્યારનો હિસાબ બાકી રહેતા ગ્યાસુદ્દીન શેખ બગડ્યા હતા. ગાળાગાળી કરતા બંને નેતાઓને સાથી નેતાઓએ છૂટા પડાવ્યા હતા. જોકે, બંને નેતાઓનો બબાલ બાબતે મીડિયા સમક્ષ બોલવા ઇનકાર કર્યો હતો. 

સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું કે, આ ઝઘડો વધુ ઉગ્ર બનતાં ગ્યાસુદ્દીન શેખે તમામ નેતાઓની સામે ભરત મકવાણાને ગંદી ગાળો આપી હતી. ભરત મકવાણાએ પણ સામે જવાબ આપતાં ગ્યાસુદ્દીન શેખ વધુ ઉગ્ર થયા હતા અને તેમણે ભારત મકવાણાનો કોલર પકડી લીધો હતો. આ દરમિયાન અન્ય નેતાઓએ બંનેને છૂટા કરાવ્યા હતા.

આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરના કોંગ્રેસી નેતાઓની અવરજવર શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોત તેમજ રાજસ્થાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ સી પી જોષી સહીત અન્ય કોંગ્રેસી આગેવાનો અમદાવાદ પહોંચ્યા છે.  

અધિવેશનની મહત્વની માહિતી 

  • દેશભરમાંથી આવનાર એઆઇસીસીના ૨૦૦૦ જેટલા ડેલિગેટ ગુજરાત આવશે.
  • દેશના તમામ AICC ડેલિગેટ સાથે તેમની માતૃભાષામાં વાતચીત કરવા ૪૦ ટીમો બનાવવામાં આવી
  • સરદાર પટેલ એરપોર્ટ  ખાતે AICC ડેલિગેટશ્રીઓનું વિશેષ સ્વાગત કરવામાં આવશે.
  • દરેક AICC ડેલિગેટ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશેષ ટીમ સહાય માટે ઉપસ્થિત રહેશે.
  • ડેલીગેટ, સાંસદો, મંત્રીઓ સહિતના મહાનુભાવોના ટ્રાન્સપોર્ટ માટે યુથ કોંગ્રેસ અને વિધાર્થી પાંખ એન.એસ.યુ.આઈ દ્વારા ૪૩ ટીમ જેમાં એક ટીમમાં  ૫ હોદ્દેદારો પોતાની ગાડી સાથે સહાય કરશે.
  • રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરની ભાગીદારી સુનિશ્ચિત કરવા સૌ પ્રથમ તેમની ગાડીનો ઉપયોગ ત્યાર બાદ જ એન્જસીને કામ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ અધિવેશનને લઈ પત્રકાર પરિષદમાં એઆઈસીસીના પ્રદેશ ઉપાધ્યક્ષ નિશિત વ્યાસે જણાવ્યું કે, અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી ૯ તારીખે મળશે. 8 તારીખે સીડબલ્યુસીની બેઠક મળશે. તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે. આઈસીસીના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે. ગુજરાતની તપોભૂમિ પર અલગ વાઈબ્રેશન છે. પૂજ્ય બાપુની ભૂમિ પર અધિવેશન થઈ રહ્યું છે. સરદાર સાહેબને દોઢસો વર્ષ થયા છે. વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસની સવિશેષ જવાબદારી છે. લોકાભિમુખ વહીવટ માટેનું આયોજન છે. ગુજરાત છઠ્ઠું અધિવેશન મળી રહ્યું છે. હજારો કાર્યકર્તાઓ દિવસરાત આયોજન કરી રહ્યાં છે. 2200 ડેલિગેશન ભાગ લેવા માટે આવી રહ્યાં છે. સમગ્ર ભારતમાંથી જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા હતા. જિલ્લા પ્રમુખો સાથે ચર્ચા રાહુલ ગાંધીએ કરી હતી. સંગઠન ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર લઈ જવા ચર્ચા કરી હતી. અધિવેશનમાં તેની ચર્ચા પણ મહત્વની બની રહેશે. બૂથના ઈન્ચાર્જને અમાપ સત્તા છે, કોન્સેપ્ટ ઉભો કર્યો છે. કોંગ્રેસ પક્ષ પોતાનો કાર્યકર આગામી ચૂંટણીમાં વધુ સક્રિયતા અને લડત આપતો હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news