PAK vs NZ : 39મી ઓવરના ચોથા બોલે એવું તે શું થયું કે સ્ટેડિયમમાં છવાયું અચાનક અંધારું, Video વાયરલ
PAK vs NZ : ક્રિકેટના મેદાન પર ઘણી વખત એવી ક્ષણો આવે છે જે હંમેશા માટે યાદગાર બની જાય છે, શનિવારે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં પણ કંઈક એવું થયું જેણે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા.
Trending Photos
PAK vs NZ : ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે શનિવારે ત્રીજી ODI રમાઈ હતી. આ મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ સ્ટેડિયમમાં ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનની ઇનિંગની 39મી ઓવરમાં અચાનક ફ્લડલાઈટ બંધ થઈ ગઈ અને મેદાન પર સંપૂર્ણપણે અંધારું છવાઈ ગયું. આ વિચિત્ર ઘટના ત્યારે બની જ્યારે બેટ્સમેન તૈયબ તાહિર ક્રિઝ પર હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ન્યૂઝીલેન્ડનો બોલર જેકબ ડફી બોલ ફેંકવા માટે દોડે છે કે તરત જ આખા સ્ટેડિયમમાં અચાનક અંધારું છવાઈ જાય છે. મેચને થોડો સમય માટે અટકાવી પડી હતી. જો કે, થોડીવારમાં જ સ્ટેડિયમની લાઈટો ફરી ચાલુ થઈ ગઈ હતી. ત્યારપછી બીજા જ બોલ પર તૈયબ તાહિર 33 રન બનાવીને આઉટ થયો, જેના કારણે પાકિસ્તાનની બાકી રહેલી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
ચાહકોએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની મજાક ઉડાવી હતી. કોઈએ લખ્યું કે, "પાકિસ્તાની બેટ્સમેન કરતાં વધુ ઝડપે જતો રહ્યો પાવર !", તો કોઈએ કહ્યું કે, "પાવર કટને કારણે મેચ કટ થઈ!". એક યુઝરે ટોણો માર્યો, "ફ્લડલાઈટ્સ પણ પાકિસ્તાનની બેટિંગથી કંટાળી ગઈ છે!"
Duffy ran in, the lights went out… and the vibes got spooky 👻
For a second, it felt like someone was about to make an appearance through the darkness… 🥶#NZvPAK pic.twitter.com/A6zh2oe1bG
— FanCode (@FanCode) April 5, 2025
પાકિસ્તાન ODI સિરીઝ પણ હાર્યું
બે ઓવલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ODI મેચ વરસાદને કારણે 42-42 ઓવરમાં રમાઈ હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની આખી ટીમ 221 રનમાં આઉટ થઈ ગઈ હતી અને 43 રનથી મેચ હારી ગઈ હતી. બાબર આઝમે અડધી સદી ફટકારી હતી, પરંતુ તેને અન્ય બેટ્સમેનોનો વધુ સાથ મળ્યો નહોતો.
ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર બેન સીઅર્સે શાનદાર બોલિંગ કરી અને 9 ઓવરમાં 34 રન આપીને 5 વિકેટ ઝડપી. આ સિવાય ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માઈકલ બ્રેસવેલે પ્રથમ દાવમાં 59 રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ હાર સાથે પાકિસ્તાનને વનડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તે T20 શ્રેણી 4-1થી હારી ગયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે