આપ નેતા ચૈતર વસાવાનો આક્ષેપ, મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બંનેનો હાથ

Congress Leader Hira Jotva Detain : ભરૂચ મનરેગા કૌભાંડમાં વધુ 3 લોકોની કરાઈ ધરપકડ,, સમગ્ર કૌભાંડમાં 6 લોકોની ધરપકડ.. ગઈકાલે કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની કરાઈ હતી ધરપકડ...
 

આપ નેતા ચૈતર વસાવાનો આક્ષેપ, મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બંનેનો હાથ

Bharuch Manrega Scam : ભરૂચ મનરેગા કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે પોલીસે હીરા જોટવાની ધરપકડ બાદ ગીર સોમનાથથી તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ ધરપકડ કરી છે. 

ભરૂચ મનરેગા કૌભાંડમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની પણ સંડોવણી બહાર આવી. જે એજન્સીઓ પાસે મનરેગાનું કામ હતું એ બંને એજન્સીના પ્રોપરાઇટર બીજા હતા અને એજન્સીના ખાતામાં જેટલા પણ સરકારી રૂપિયા આવતા હતા. તે બધા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયના ખાતામાં ટ્રાન્સફર થતા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા છે. પોલીસ રિમાન્ડ દરમ્યાન ક્યાં પ્રકારની માહિતી અને પુરાવા એકત્ર કરશે તેના પર સૌની નજર રહશે. રિમાન્ડ દરમ્યાન અન્ય કોઈ નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે.

ભરૂચ મનરેગા કૌભાંડમાં ધરપકડનો દોર ચાલુ છે. ત્યારે આજે વધુ ત્રણ આરોપીઓની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. 

1. જલારામ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પિયુષ ઉકાની
2. મુરલીધર એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર જોધા સભાડ 
3. ભરૂચ ખાતે ગ્રાઉન્ડ લેવલ પર આખા કૌભાંડનું સંચાલન કરનાર સરમન સોલંકી 

મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ - ચૈતર વસાવા 
સમગ્ર કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ મૂકતા કહ્યું કે, અગાઉ મેં જાહેર કર્યું હતું કે મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ કોંગ્રેસના નેતા હીરા જોટવા છે, તે વાત સાચી પડી. ભરૂચના એસપીએ હીરા જોટવાના દીકરાની ધરપકડ કરી છે. મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ બંનેનો હાથ છે. કોંગ્રેસ નેતા હીરા જોટવા અને સાંસદ બચુ ખાબડે મળીને પંચાયત પાસેથી કામો લઈ લીધા અને પોતાની એજન્સીને આપી દીધા છે. ભાજપ-કોંગ્રેસ નેતાઓની એજન્સીઓએ એક પણ વખત રેતી કપચી નાખ્યા વગર બોગસ બીલો પાસ કર્યા છે. 

આ કૌભાંડમાં હજુ વધુ નામ ખૂલશે - ચૈતર વસાવા 
તેમણે આગળ કહ્યું કે, હીરા જોટવા અને બચુ ખાબડની એજન્સીઓએ રોયલ્ટી અને જીએસટી વગરના બિલો બતાવી કરોડો રૂપિયા સેરવી લીધા. પાંચ વર્ષ દરમિયાન એજન્સીઓમાં 2500 કરોડ જમા થયા. હીરા જોટવાએ આ નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ રૂપે આપ્યા છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાએ હવાલા સ્વરૂપે કરોડો રૂપિયા પોતાના દીકરા પાસે લંડન મોકલ્યા. મારી સરકારને અપીલ છે કે CBI, ED અને GST વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે. જો કડક રીતે તપાસ કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને મંત્રીઓના નામ આ કૌભાંડમાં બહાર આવે એમ છે. આ કૌભાંડમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના અધિકારીઓના નામ પણ બહાર આવે એમ છે. 

ચૈતર વસાવાની ચીમકી 
આપના ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, એસઆઇટીને આ નેતાઓ નિષ્પક્ષ તપાસ કરવા દેશે નહીં. હવાલા પેટે જે રકમ વિદેશોમાં મોકલવામાં આવી છે તે પાછી લાવવામાં આવે. જો આ કૌભાંડની કડક તપાસ કરવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને કલેક્ટર, એસપી અને નિયામક કચેરીનો ઘેરાવ કરીશું. કૌભાંડમાં જેટલા નાણા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સેરવી લેવામાં આવ્યા છે, તેને રિકવર કરવામાં આવે અને તે નાણાનો ઉપયોગ ગામોના વિકાસ માટે કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news