Ahmedabad Plane Crash: ભયાનક પ્લેન અકસ્માતમાં કેવી રીતે બચી ગયો11A સીટવાળો વિશ્વાસ? કેમ ગણાઈ રહી છે આ સીટ લકી, કારણ છે ખાસ

Air India Seat 11A Survive: પ્લેન ક્રેશ બાદ ટક્કર એટલી જોરદાર હતી કે સમગ્ર બિલ્ડિંગ, પાર્ક થયેલી ગાડીઓ આજુબાજુનો વિસ્તાર આગની જ્વાળાની લપેટમાં આવી ગયો. આ અકસ્માતમાં માત્ર એક મુસાફર જીવતો બચ્યો અને તે છે વિશ્વાસકુમાર રમેશ. 

Ahmedabad Plane Crash: ભયાનક પ્લેન અકસ્માતમાં કેવી રીતે બચી ગયો11A સીટવાળો વિશ્વાસ? કેમ ગણાઈ રહી છે આ સીટ લકી, કારણ છે ખાસ

ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ પ્લેન લંડન જઈ રહ્યું હતું અને તેમાં લગભગ 1.25 લાખ લીટર ફ્યૂલ ભરેલું હતું. જેવું વિમાન ઉડ્યું કે ગણતરીની પળોમાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું. ટક્કર એટલી જોરદાર હતી કે બિલ્ડિંગ, નજીક ઊભેલી ગાડીઓ, માણસો, ઝાડ, બધુ ઝપેટમાં આવી ગયું. ચારેબાજુ ધડાકા, ધુમાડો અને બૂમાબૂમ જોવા મળી. પરંતુ આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો જેનું નામ છે વિશ્વાસ કુમાર રમેશ. 

કેવી રીતે બચ્યો રમેશનો જીવ
રમેશ વિશ્વાસ કુમાર મૂળ દીવ દમણના છે અને હાલ બ્રિટિશ નાગરિક છે. રમેશ તે વખતે 11A સીટ નંબર પર બેઠા હતા. જ્યારે અકસ્માત થયો ત્યારે તેમણે તરત વિમાનમાંથી છલાંગ લગાવી. ચમત્કારિક રીતે તેઓ વિમાનમાંથી બહાર નીકળીને રસ્તા પર ચાલતા જોવા મળ્યા. તેમને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમના શરીર પર ઈજાઓ તો હતી પરંતુ હવે તેઓ આઉટ ઓફ ડેન્જર છે. 

11A સીટે મહત્વની ભૂમિકા ભજવી
હવે સવાલ એ ઉઠે છે કે રમેશ વિમાનમાંથી કેવી રીતે કૂદ્યા જેનો જવાબ તેમની સીટના નંબર 11A માં છૂપાયેલો છે. એર ઈન્ડિયાના વિમાનોમાં આગળનો ભાગ બિઝનેસ ક્લાસનો હોય છે અને ત્યારબાદ ઈકોનોમી ક્લાસ આવે છે. આ બંને વચ્ચે એક ઈમરજન્સી દરવાજો હોય છે. આ દરવાજો સીટ નંબર 11A પાસે હોય છે. એટલે કે રમેશની સીટ દરવાજાની પાસે હતી અને કદાચ એટલે તે સૌથી પહેલા બહાર નીકળી શક્યા. 

વિમાનમાં કેટલા હોય છે ઈમરજન્સી ગેટ હતા?
એર ઈન્ડિયાના વિમાનોમાં ઈમરજન્સી ગેટની સંખ્યા વિમાનના આકાર અને મોડલ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વિમાનોમાં ત્રણ પ્રકારના ગેટ હોય છે. 

- ફોરવર્ડ અને આફ્ટ એક્ઝિટ્સ (આગળ અને પાછળના દરવાજા)
- ઓવર વિંગ એક્ઝિટ્સ (પંખા ઉપરવાળા દરવાજા)
- સેન્ટર ગેટ્સ (બિઝનેસ અને ઈકોનોમી વચ્ચે દરવાજો)

મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફ્લાઈટ શરૂ થતા પહેલા આ ગેટ્સ વિશે જાણકારીઓ આપવામાં આવે છે. જેથી કરીને ઈમરજન્સીમાં લોકોને તરત બહાર કાઢી શકે. રમેશ વિશ્વાસની કહાની સોશિયલ મીડિયા પર ભગવાનનો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. અનેક લોકોએ લખ્યું કે 241 લોકોના મોત વચ્ચે તેનું બચવું ચમત્કારી હતું. કેટલાકે લખ્યું કે 11A હવે સૌથી ચર્ચિત સીટ બની ગઈ છે. એક યૂઝરે લખ્યું કે આ સીટ સૌથી લકી બની ગઈ છે. 

જો કે બીજી બાજુ મીડિયામાં એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે વિશ્વાસ કૂદ્યો ન હતો પરંતુ સીટ સાથે ફેંકાઈ ગયો હતો. એક ન્યૂઝ ચેનલને તેણે જે આપવીતી જણાવી તેમાં તેણે એમ પણ કહ્યું કે પ્લેને જેવો રનવે પર સ્પીડ પકડ્યું કે તેને કઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે જાણે બધુ અટકી ગયું હતું. પછી એકદમથી ગ્રીન અને વ્હાઈટ લાઈટ્સ ઓન થઈ ગઈ. લાગતું હતું કે જાણે ટેકઓફ માટે પાઈલોટે બધુ જોર લગાવી દીધુ. બસ પછી તે સીધુ હોસ્ટેલના બિલ્ડિંગમાં જઈ પડ્યું. તેના કહેવા મુજબ સીટ પ્લેનના જે ભાગમાં હતી તે બિલ્ડિંગ સાથે અથડાયું હશે અને આગ લાગી. અનેક લોકો ત્યાં ફસાયેલા રહ્યા. જ્યારે કદાચ સીટ સાથે તે નીચે પડી ગયો હતો. જેમ તેમ કરીને નીકળ્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news