Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાઈવટે આપ્યું હતું સિગ્નલ પરંતુ...

Air India Plane Crash: અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ કરતા સમયે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં લગભગ 242 લોકો સવાર હતા. શરૂઆતની માહિતી મુજબ, ક્રેશ પહેલા પાઇલટે ATCને સિગ્નલ આપ્યો હતો.

Air India Plane Crash: MAYDAY... MAYDAY... MAYDAY, ક્રેશ પહેલા પાઈવટે આપ્યું હતું સિગ્નલ પરંતુ...

Air India Plane Crash: અમદાવાદમાં ગુરુવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ કરવાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. અકસ્માત સમયે વિમાનમાં લગભગ 242 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ દરમિયાન વિમાન દુર્ઘટના અંગે અનેક પ્રકારની માહિતી સામે આવી છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ એ છે કે દુર્ઘટના પહેલા વિમાનના પાયલોટે નજીકના ATCને એક સંકેત મોકલ્યો હતો, જે ખતરાની નિશાની હતી અને તેના થોડીવાર પછી વિમાન ક્રેશ થઈ ગયું.

વિમાન દુર્ઘટના બાદ DGCAએ વિગતવાર માહિતી આપી છે. આ મુજબ 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું B787 વિમાન જે અમદાવાદથી ગેટવિક (AI-171)જઈ રહ્યું હતું, ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. આ એરક્રાફ્ટને કેપ્ટન સુમિત સાભરવાલ ઉડાડી રહ્યા હતા, જ્યારે તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર હતા. સુમિત સભરવાલને 8200 કલાક ફ્લાઈટનો અનુભવ હતો, જ્યારે ક્લાઇવને 1100 કલાક ફ્લાઈટનો અનુભવ હતો.

સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે, આ વિમાને અમદાવાદ એરપોર્ટના રનવે 23 પરથી બપોરે 1.39 વાગ્યે ટેકઓફ કર્યુ હતું. ટેકઓફ કરતાની જ સાથે તેણે નજીકના ATC ને MAYDAY કોલ આપ્યો હતો, પરંતુ ત્યારબાદ વિમાન દ્વારા ATCને કોઈ સિગ્નલ આપવામાં આવ્યો નહીં. ટેકઓફ કર્યાના થોડી જ સેકન્ડ પછી વિમાન એરપોર્ટ પરિસરની બહાર પડી ગયું.

શું હોય છે MAYDAY કોલ?
કોઈપણ ફ્લાઇટમાં 'મેડે કોલ' (Mayday Call) એક ઈમરજન્સી મેસેજ હોય છે, જે પાઇલટ ત્યારે આપે છે જ્યારે વિમાન કોઈ ગંભીર સંકટમાં હોય છે અને મુસાફરો અથવા ક્રૂના જીવ જોખમમાં હોય છે. જેમ કે, વિમાનનું એન્જિન ફેલ થઈ જાય, વિમાનમાં આગ લાગી જાય, હવામાં અથડામણનો ભય હોય, અથવા હાઇજેક જેવી પરિસ્થિતિ હોય. આ કોલ દ્વારા કોઈપણ પાઇલટ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને નજીકના વિમાનોને એલર્ટ કરે છે કે વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે. વિમાનના રેડિયો પર ત્રણ વખત "Mayday, Mayday, Mayday" કહેવામાં આવે છે જેથી તે સ્પષ્ટ થાય કે આ મજાક નથી પણ વાસ્તવિક સંકટ છે.

મળતી માહિતી અનુસાર Mayday Call આવતાની સાથે જ કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ કરવા માટે તમામ સંસાધનો લગાવે છે, જેમ કે ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી, રનવે સાફ કરવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને તૈયાર રાખવી. 'મેડે' શબ્દ ફ્રેન્ચ શબ્દ "m’aider" પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મને મદદ કરો. નોંધનીય છે કે, જો પરિસ્થિતિ ખૂબ ગંભીર ન હોય પરંતુ ચિંતાનો વિષય હોય તો પાઇલટ પેન-પેન (Pan-Pan) કહે છે, જે 'મેડે' કરતા ઓછો ગંભીર માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news