નાણાકીય વર્ષ 2024-25માં આ સરકારી કંપનીએ નોંધાવ્યો મજબૂત ગ્રોથ, ગયા વર્ષ કરતા નફામાં 9.8%નો વધારો

Huge Profit: જળ શક્તિ મંત્રાલય હેઠળ ભારત સરકારના જાહેર એકમ વાપ્કોસ (WAPCOS) લિમિટેડે નાણાકીય વર્ષ 2024-25 માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ મજબૂત ગ્રોથ ગ્લોબલ સાઉથ અને ભારતમાં એન્જનિયરિંગ ક્ષેત્રમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકેની કંપનીની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.
 

નાણાકીય વર્ષ 2024-25માં આ સરકારી કંપનીએ નોંધાવ્યો મજબૂત ગ્રોથ, ગયા વર્ષ કરતા નફામાં 9.8%નો વધારો

Huge Profit: વાપ્કોસની આવક 1,680 કરોડ રહી છે જે ગત વર્ષ કરતા 9.8% વધુ છે અને કર પહેલાંનો નફો 95 કરોડ રૂપિયા છે જે 20.44%નો વધારો દર્શાવે છે. કંપનીએ 3,354 કરોડનો નવો વ્યવસાય પણ મેળવ્યો છે જે ગત વર્ષ કરતા 13.46%નો ગ્રોથ દર્શાવે છે. 31 માર્ચ 2025 સુધીમાં, કંપનીની કુલ ઓર્ડર બુક 13,750 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે, વાપ્કોસ મોટા પાયે એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભારતીય કૌશલ્ય પહોંચાડવા માટે એક મુખ્ય ચેનલ તરીકે સેવા આપીને ગ્લોબલ સાઉથના સહયોગને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. અન્ય વિકાસશીલ દેશો સાથે લાંબા ગાળાના સહયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા પ્રદેશો સહિત આ વર્ષે તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા CIS દેશોમાં નવા બજારોમાં પ્રવેશ કરીને કંપનીએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે.

ભારતની વિકાસ યાત્રા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ

કંપનીના સીએમડી આર.કે. અગ્રવાલે જણાવ્યું કે, વાપ્કોસ એ ભારતના જાહેર ક્ષેત્રની શ્રેષ્ઠતાનું એક તેજસ્વી ઉદાહરણ છે, નાણાકીય રીતે મજબૂત, તકનીકી રીતે સક્ષમ અને દેશના વિકાસ લક્ષ્યો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ, જેવી રીતે વૈશ્વિક સ્તરે કંપનીનો વિકાસ થઇ રહ્યો છે, તેમ ભારતના વિકાસમાં પણ અમે મજબૂતીથી સહયોગ આપી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ વાપ્કોસ ભારતની વિકાસ યાત્રા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ રહીને વૈશ્વિક સ્તરે પોતાનો વ્યાપ વધારવાનું ચાલુ રાખશે.

મીની રત્ન-1 શ્રેણીની સરકારી કંપની તરીકે વાપ્કોસ પાણી, વીજળી અને માળખાગત સુવિધાઓમાં નિષ્ણાત સલાહ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રદાન કરે છે. પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારતને અન્ય વિકાસશીલ દેશો સાથે મળીને કામ કરવામાં પણ કંપની મદદ કરે છે.

વાપ્કોસ વિશે

વાપ્કોસ લિમિટેડ એ ભારત સરકારનું જળ શક્તિ મંત્રાલય હેઠળનું એક જાહેર એકમ છે, જે ભારત અને વિદેશમાં કન્સલ્ટન્સી, એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેવાઓ પૂરી પાડે છે. અત્યારે 75થી વધુ દેશોમાં કંપનીની હાજરી છે. નવીનતા, ટકાઉપણું અને સમાવિષ્ટ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત અને સમગ્ર વિશ્વમાં એક વિશ્વસનીય વિકાસ ભાગીદાર તરીકે વાપ્કોસ કાર્યરત છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news