Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ, પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા ફ્લાઈટમાં, ગંભીર રીતે ઘાયલ

Ahmedabad Plane Crash: અમદાવાદમાં આજે મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ બાદ મેઘાણીનગરમાં તૂટી પડી. આ ફ્લાઈટમાં 242 લોકો સવાર હતા જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા અને ગંભીર રીતે ઘાયલ થયા છે. 

Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ, પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ હતા ફ્લાઈટમાં, ગંભીર રીતે ઘાયલ

ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે.  મળતી માહિતી મુજબ  મેઘાણી નગરમાં ક્રેશ થયેલા આ વિમાનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે. એવું કહેવાઈ રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટથી પ્લેન ટેકઓફ થયા બાદ તરત આ દુર્ઘટના ઘટી. ક્રુ મેમ્બર્સ સહિત પ્લેનમાં 242 લોકો સવાર હતા. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે તેની પુષ્ટિ કરી છે. 

મળતી માહિતી મુજબ આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ થયા બાદ પ્લેન મેઘાણીનગરમાં ક્રેશ થઈ ગયું. મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઈન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું. આ પ્લેન 1.38 કલાકે ટેકઓફ થયું હતું અને 1.40 વાગે ક્રેશ થઈને આ પ્લેન ઈમારત સાથે અથડાયું. તમામ ઇજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ લઈ જવાય છે. અમદાવાદ એરપોર્ટ પર એનડીઆરએફની ત્રણ ટીમ ડેપ્યુટ કરવામાં આવી. વડોદરા થી વધુ ત્રણ એનડીઆરએફની ટીમ ડેપ્યુટ કરવામાં આવી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તમામ ફ્લાઇટ માટે બંધ કરવામાં આવ્યું. નવો આદેશ ન થાય ત્યાં સુધી એરપોર્ટ પર તમામ ટ્રાફિક બંધ રહેશે.

અકસ્માત સમયે પ્લેનની સ્પીડ 322 કિમી પ્રતિ કલાકની હતી. અકસ્માત સમયે જમીન લેવલથી પ્લેન 191 મીટરની ઊંચાઈ પર હતું. ભોગ બનેલું વિમાન બોઇંગ seven eight seven ડ્રિમલાઈનર મોડેલ હતું.  

પૂર્વ સીએમ વિજય રૂપાણી હતા પ્લેનમાં
એવી પણ માહિતી સામે આવી રહી છે કે ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ અકસ્માતનો ભોગ બનેલા પ્લાનમાં હતા. વિમાનમાં સવાર મુસાફરોની જે યાદી સામે આવી છે તેમાં પણ વિજય રૂપાણીનું નામ સામેલ છે. 

 અમદાવાદમાં એર ઈન્ડિયાનું પેસેન્જર વિમાન તુટી પડવાની દુર્ઘટના સામે તત્કાલ બચાવ અને રાહત કામગીરીની તેમજ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટેની વ્યવસ્થા યુદ્ધના ધોરણે હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી છે.

More details awaited pic.twitter.com/RPAYU8KfUM

— ANI (@ANI) June 12, 2025

મુખ્યમંત્રીને આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ તેમણે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને સંબંધિત વરિષ્ઠ સચિવોનો ટેલીફોન પર સંપર્ક કરીને ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર માટે પહોંચાડવા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા માટે અને હોસ્પીટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતાક્રમે સુનિશ્ચિત કરવા પણ સુચનાઓ આપી છે. 

ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને આ વિમાન દુર્ઘટનામાં બચાવ – રાહત કામગીરી માટે NDRFની ટીમો અને કેન્દ્ર સરકારની સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.

વિમાન ક્રેશ  થયું તેનો લાઈવ વીડિયો

— Zee 24 Kalak (@Zee24Kalak) June 12, 2025

વધુ માહિતી માટે જુઓ Live TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news