અમરેલી લેટરકાંડ મામલે DGP વિકાસ સહાયની મોટી કાર્યવાહી, ત્રણ PI, PSIની તાત્કાલિક કરાઈ બદલી
Amreli Letter Scandal: અમરેલી લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ તંત્રમાં પગલાં ભરવામાં આવ્યા છે. પાયલ ગોટી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં આ મુદ્દો ગુંજ્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ આકરૂ વલણ અપનાવ્યું છે. તાત્કાલિક અસરથી ત્રણ પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કર્યો છે.
Trending Photos
Amreli Letter Scandal: અમરેલીમાં લેટરકાંડ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શન મોડમાં આવ્યા છે અને DGPએ આ કેસ મામલે સૌથી મોટી કાર્યવાહી કરી છે. અમરેલીમાં લેટરકાંડ મામલે પાયલ ગોટીએ કરેલા ગંભીર આક્ષેપો અને વિધાનસભામાં મુદ્દો ગુંજ્યા બાદ ત્રણ PI, PSIની તાત્કાલિક બદલીના આદેશ આપવામાં આવ્યો છે. અમરેલી LCB અને સાયબર ક્રાઈમ PIની અન્ય જિલ્લામાં બદલી કરી દેવામાં આવી છે.
ત્રણ PI, PSIની તાત્કાલિક બદલી
SP સંજય ખરાતે પોલીસકર્મીઓની બદલી કરી અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં SP સંજય ખરાતે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ ફેરફારોમાં ખાસ કરીને એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) અને અન્ય પોલીસ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.
કોની સામે પગલાં લેવાયા
અમરેલી લેટર કાંડ નો મામલે નિર્લિપ રાયની તપાસ રિપોર્ટના આધારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં એ.એમ. પટેલ PI, LCB અમરેલીની કચ્છ પશ્ચિમ ભુજ ખાતે, એ.એમ. પરમાર PI, સાયબર ક્રાઇમ અમરેલીની વડોદરા શહેર ખાતે અને કુસુમબેન પરમાર PSI, LCB અમરેલીની વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે.
લેટરકાંડની પોલીસ કાર્યવાહી સામે પડઘા પાયલ ગોટીએ અમરેલી પોલીસના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જે બાદ આ મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો હતો, જેના પગલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે