Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ

Post Office: પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એક એવી યોજના છે. જેમાં તમે એકવાર રોકાણ કરીને ગેરંટીકૃત કમાણી કરી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનું જોખમ નથી. જો પરિણીત લોકો દર મહિને કમાણી કરવા માંગતા હોય, તો આ યોજના તેમના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
 

Post Office: લગ્ન બાદ આ સ્કીમમાં દર મહિને મળશે પગાર, બસ કરવું પડશે આ કામ

Post Office: શેરબજારમાં ઘણી ઉથલપાથલ રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ગેરંટી સાથે સારું વળતર ઇચ્છતા હોવ, તો પોસ્ટ ઓફિસ યોજનાઓ તમારા માટે સારી સાબિત થઈ શકે છે. ગેરંટીવાળા વળતર સાથે પોસ્ટ ઓફિસની ઘણી યોજનાઓ ખૂબ જ લોકપ્રિય છે. તેવી જ રીતે, પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Post Office Monthly Income Scheme)  પણ આમાં શામેલ છે. લગ્ન પછી તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. એક વાર તેમાં પૈસા રોકાણ કરવાથી, તમે લાંબા સમય સુધી મોટી કમાણી કરતા રહેશો.

આ એકાઉન્ટ 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોના નામ પર ખોલાવી શકાય છે. જો તમે તમારા બાળકોના નામથી આ એકાઉન્ટ  (Post Office Monthly Income Scheme) ખોલાવો છો તો દર મહિને તમને વ્યાજ મળશે, તેનાથી તમે બાળકોની ફી પણ ભરી શકો છો. તો આ સરકારી યોજના એવા કપલ્સ માટે છે જે લગ્ન બાદ મળી એક સ્થિર નાણાકીય ભવિષ્યની યોજના બનાવવા ઈચ્છે છે.

જાણો શું છે પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS)
ઈન્ડિયા પોસ્ટની વેબસાઇટ પ્રમાણે મંથલી ઈનકમ સ્કીમમાં મિનિમમ 1000 રૂપિયાના રોકાણથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારના એકાઉન્ટ ખોલાવી શકાય છે. સિંગલ એકાઉન્ટમાં મેક્સિમમ 9 લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. MIS માં દર મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસ MIS હાલમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ મેળવી રહ્યું છે. તેની પાકતી મુદત 5 વર્ષ છે. નવા વ્યાજ દર સાથે તેને 5-5 વર્ષ માટે લંબાવી શકાય છે.

આ યોજના કેવી રીતે કાર્ય કરે છે?
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હાલમાં 7.4 ટકા વાર્ષિક વ્યાજ મેળવી રહી છે. તેમાં જમા કરાયેલા નાણાં પર વાર્ષિક વ્યાજ 12 ભાગમાં વહેંચાયેલું છે. તે દર મહિને તમારા ખાતામાં આવશે. જો તમે માસિક પૈસા ઉપાડશો નહીં, તો તે તમારા પોસ્ટ ઓફિસ બચત ખાતામાં રહેશે. તે મુદ્દલ રકમમાં ઉમેરીને પાકતી મુદ્દલ પર ઉપલબ્ધ થશે.

પરિણીત લોકો દર મહિને કેટલી કમાણી કરશે?
જો તમે 15 લાખ રૂપિયાનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો, તો વાર્ષિક વ્યાજ 1,11,000 રૂપિયા થશે. આમાં માસિક આવક લગભગ 9250 રૂપિયા થશે. બીજી તરફ, 9 લાખ રૂપિયાના સિંગલ એકાઉન્ટ પર વાર્ષિક વ્યાજ 66600 રૂપિયા થશે. આમાં તમને દર મહિને લગભગ 5550 રૂપિયા મળશે. જો તમે તમારા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો છો, તો તમને દર મહિને 9250 રૂપિયા મળશે. આમાં કોઈપણ પ્રકારનું જોખમ રહેશે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news