વિસાવદર જીતની ખુશી વચ્ચે AAP માટે ચિંતાજનક સમાચાર, ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટી સામે ખોલી શકે છે મોરચો
Aam Aadmi Party: ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. હાલમાં જ વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો શાનદાર વિજય થયો છે. જો કે, આ વચ્ચે આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિસાવદર જીતની વચ્ચે બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Trending Photos
Aam Aadmi Party: ગુજરાતના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનો શાનદાર વિજય થયો છે. વિસાવદર જીતની ખુશી વચ્ચે આમ આદમી પાર્ટી માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઉમેશ મકવાણા પાર્ટી સામે મોરચો ખોલી શકે છે.
મળતી માહિતી અનુસાર આવતીકાલે ઉમેશ મકવાણા ગાંધીનગર ખાતે પ્રેસ કોંફરન્સ કરશે. આમ આદમી પાર્ટીના નેતા અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટી સામેની નારાજગી વ્યક્ત કરી શકે છે.
અગાઉ પણ આવા સમાચાર થયા હતા વાયરલ
નોંધનીય છે કે, અગાઉ પણ AAP નેતા ઉમેશ મકવાણાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના છે એ પ્રકારની અફવાઓ અને ભાજપમાં જોડાશે તેવા અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જો કે, બાદમાં ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાય છે એ વાતનું ખંડન કર્યું હતું.
કોણ છે ઉમેશ મકવાણા?
ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરુ કરી છે.
ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બીએ સુધીનો અભ્યાસ કર્યો છે.ભારતમાં COVID-19 લોકડાઉન દરમિયાન ઉમેશ મકવાણાએ માનવતા સેવા રથ હેઠળ 6 લાખથી વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યુ હતું. તમને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાજપના નિમુબેન બાંભણિયા સામે મેદાનમાં ઉતાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે