કોઈ શેરબજાર-જમીનમાં રોકાણ કરાવે તો કરતા નહીં! 9 લોકોને સ્કીમ આપીને 13 કરોડથી વધુ સેરવી લીધા!
સાયન્સ સિટી રોડ પર આવેલ એકોલેડ કોમ્પલેક્ષમાં શેરબજારમાં રોકાણ અને જમીન રોકાણ માટે ઓફિસ ચાલુ કરી હતી, જ્યાં અલગ અલગ 9 લોકોને અલગ અલગ સ્કીમ આપીને લોભામણી લાલચો આપીને 13 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: કહેવાય છે કે જ્યાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહે..આ કહેવત ને સાર્થક કરતી ઘટના અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન ના ચોપડે નોંધાઈ છે જ્યાં એક આરોપીએ શેરબજાર અને જમીનમાં રોકાણ કરાવી મોટો નફો અપાવા ની લાલચ આપી કરોડો રૂપિયા સેરવી લઈ ને છેતરપીડી આચરી છે.
અમદાવાદની સોલા પોલીસની ગિરફ્તમાં રહેલા શખ્સનું નામ કિશન જયસુખ રાડિયા છે. જે મૂળ ઉપલેટા તાલુકા ના કોલકી ગામનો રહેવાસી છે અને અમદાવાદ માં અરાઇઝ ફલેટ જગતપુર ખાતે રહે છે અને સાયન્સ સિટી રોડ પર આવેલ એકોલેડ કોમ્પલેક્ષમાં શેરબજારમાં રોકાણ અને જમીન રોકાણ કરાવવાની ઓફિસ ચાલુ કરી હતી ત્યારે આ મહાશયે અલગ અલગ 9 લોકોને શેરબજારમાં અને જમીનમાં રોકાણ કરવાનું કહી જેમાંથી મોટો નફો આપશે તેવી લાલચ વાળી અલગ અલગ સ્કીમ આપીને કુલ 9 લોકો પાસેથી અલગ અલગ રીતે 13 કરોડ 59 લાખ રૂપિયા રોકાણ કરાવ્યું હતું, પણ રોકાણકારો એ રોકેલા રૂપિયાનું વળતરના મળતા અને નફો પરત ન આપતા રોકાણકારો એ સોલા પોલીસ સ્ટેશન ના દરવાજો ખખડાવ્યો હતો અને બ્લફમાસ્ટર કિશન જયસુખ રાડિયા સામે 13 કરોડ 59 લાખ ની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી અને સોલા પોલીસે બ્લફમાસ્ટર કિશન જયસુખ રાડિયા ની ધરપકડ કરી ને પૂછ પરછ હાથ ધરી છે.
તો આવો પહેલા એ સમજી એ આ મીસ્ટર નટવરલાલ કિશન જયસુખ રાડિયા એ 9 લોકો પાસે કઈ મોડ્સઓપરેન્ડી થી 13 કરોડ અને 59 લાખ રૂપિયા સેરવી લીધા હતા આરોપી પહેલા સારા સંબંધ રોકાણકારો સાથે કેળવી લેતો અને તેવા લોકો જ પસંદ કરતો જેને શેરબજાર અને જમીન અંગે ઓછી જાણકારી હોય ત્યાર બાદ તેને શહેર બહાર અને જમીન માં રોકાણા કરવી કહેતો કે ઓછા જ સમય માં ડબલ નફો કરાવી આપશે આમ અલગ અલગ 9 રોકાણ કરો પાસે થી આંગડિયા RTGS Ane બેંક એકાઉન્ટ મારફતે પૈસા મેળવી લેતો હતો.
કિશન જયસુખ રાડિયા રોકાણ કારો ને કહેતો કે ઉપલેટ આસપાસ જમીન માં રોકાણ કરે છે તેના પૈસા નું અને વધારે નફો કરવી ને પૈસા પરત આપશે ત્યારે આંગડિયા થી જેટલી રકમ મોકલવા માં આવી છે ફરિયાદીઓ દ્વારા તે સમગ્ર રકમ ઉપલેટા ખાતે ના નવનીત નામના શખ્સે મેળવી હોવા નું સામે આવ્યું છે ત્યારે સોલા પોલીસે કિશન જયસુખ રાડિયા અને ઉપલેટા ના નવનીત નામના શખ્સ સામે 13 કરોડ 59 લાખ ની છેતરપીડની ફરિયાદ નોંધી ને કિસાન જયસુખ રાડિયા ની ધરપકડ કરી ને નવનીત ની શોધખોળ શરૂ કરી છે.
સોલા પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી કિશન જયસુખ રાડિયા શેરબજાર માં વ્યવહાર કરવા માટે થી ડિબેટ એકાઉન્ટ પણ ધરાવે છે અને અગાઉ ડેલ્ટાલાઇન નામની શેરબજાર કંપની માં કામ કરતો હતો જે નોકરી છોડી ને છેલા ઘણા સમય થી આ પ્રકાર નું કામ શરૂ કર્યું હતું ત્યારે સોલા લોકોએ હાલ aw તપાસ શરૂ કરી છે કે આ 9 રોકાણ સિવાય અન્ય કોઈ આ આરોપી ના જાસા માં આવ્યું છે કે કેમ આટલી મોટી કામ નો ઉપયોગ ક્યાં કર્યો છે અને આ સિવાય ના અન્ય કોઈ લોકો આ આરોપી સાથે જોડાયેલ છે કે કેમ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે