ટૂંક સમયમાં હિન્દુ ધર્મ કરશે આખી દુનિયા પર રાજ ? યુદ્ધ અને હિન્દુ ધર્મ અંગે નાસ્ત્રેદમસની મોટી ભવિષ્યવાણી
Nostradamus Prediction : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે. આવી સ્થિતિમાં નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ચર્ચાનો વિષય બની છે. તેમણે હિન્દુ ધર્મ અંગે ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ત્યારે હિન્દુ ધર્મ અને ભારત-પાકિસ્તાન યુદ્ધ સંબંધિત નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી શું છે તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Nostradamus Prediction : હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણ છે. દુનિયાભરમાં એવી અટકળો ચાલી રહી છે કે બંને દેશો ટૂંક સમયમાં યુદ્ધના મેદાનમાં આમને-સામને આવી શકે છે. એટલું જ નહીં, આજકાલ એશિયા અને યુરોપના ઘણા નાના દેશો વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ વાતાવરણ છે. યુક્રેન અને રશિયા યુદ્ધમાં વ્યસ્ત છે. ત્યારે નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીએ બધાને ચોંકાવી દીધા છે. ફ્રાન્સના જાણીતા ભવિષ્યવેત્તા માઈકલ ડી નાસ્ત્રેદમસ તેમની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા છે. અત્યાર સુધી તેમની મોટાભાગની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. ભારત અને હિન્દુ ધર્મ અંગેની તેમની ભવિષ્યવાણી આજકાલ ચર્ચામાં છે.
ભારત-પાકિસ્તાન પરમાણુ યુદ્ધની નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસે ભારત અને પાકિસ્તાન વિશેની પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે, ભારતે તેની સેના સાથે તૈયાર રહેવું જોઈએ, નહીં તો પાકિસ્તાન તેને આશ્ચર્યચકિત કરી શકે છે.
આ ઉપરાંત, નોસ્ટ્રાડેમસે વર્ષ 2025માં થનારા મોટા ફેરફારોની પણ ભવિષ્યવાણી કરી છે. તેમના મતે વર્ષ 2025માં તીવ્ર ગરમ પવનો ફૂંકાશે. ગરમી ઘણી વધશે. આબોહવા પરિવર્તનની સૌથી વધુ અસર યુરોપમાં જોવા મળશે.
હિન્દુ ધર્મ વિશે નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, હિન્દુ ધર્મનો ઉદય થશે. તેમની આગાહી મુજબ, દક્ષિણ ભારતમાંથી એવો નેતા ઉભરી આવશે. જે સમગ્ર વિશ્વમાં ફેલાશે અને આ ઉપરાંત રશિયા જેવો શક્તિશાળી દેશ પણ હિન્દુ ધર્મનો ફેલાવો કરશે.
નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, 21મી સદીમાં ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે અને ભારતીય સંસ્કૃતિ, વેદાંત અને યોગ સમગ્ર વિશ્વમાં ફેલાશે.
દક્ષિણ ભારત સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દ્વીપકલ્પ છે જ્યાં ત્રણ સમુદ્રો એક સાથે મળે છે. નાસ્ત્રેદમસે કહ્યું છે કે આપણા દુશ્મનોનો નાશ કરનાર મહાન હિન્દુ નેતા દક્ષિણ ભારતીય હશે જે ગુરુવારના દિવસને ખૂબ માનશે અને પૂજા કરશે. ગુરુવારને ફક્ત હિન્દુઓ જ પવિત્ર માને છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી મુજબ, વિજયી નેતા આખા એશિયાને એક સાથે રાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે