અમદાવાદમાં ઓઢવ બ્રિજ નીચે આગને કારણે 35 જેટલા વાહનો બળીને ખાક, પોલીસે ડિટેઈન કરેલા 22 ટુ-વ્હીલર સળગી ગયા
અમદાવાદના ઓઢવ બ્રિજ નીચે આજે સવારે આગની ઘટના બની હતી. આગને કારણે બ્રિજ નીચે પાર્ક કરવામાં આવેલા વાહનોમાં ભારે નુકસાન થયું છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ શહેરના એસરી રિંગરોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી. ડિટેઈન વાહનોને અહીં રાખવામાં આવ્યા હતા, જેમાં આજે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આ આગને કારણે 33 જેટલા ટુ-વ્હીલર અને બે ગાડીઓ બળી ગઈ છે.
અચાનક લાગી આગ
ઓઢવ બ્રિજ નીચે પોલીસે કાર્યવાહી દરમિયાન ડિટેઇન કરેલા વાહનો પાર્ટ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે સવારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ઓઢવ ફાયર સ્ટેશનની બે ગાડીઓ પહોંચી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ પણ પહોંચી હતી.
આ અંગે વાત કરતા ઓઢવ ફાયર સ્ટેશન ઓફિસર વિષ્ણુભાઈએ કહ્યુ કે ઓઢવ બ્રિજની નીચે આઈ ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હતી. આશરે 22 જેટલા ડિટેઇન કરાયેલા ટુ-વ્હીલર અને બે ગાડીઓમાં આગ લાગી હતી. જ્યારે 11 જેટલા ટુ-વ્હીલર અન્ય લોકોએ પાર્ક કર્યાં હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે સવારે સાત વાગ્યા આસપાસ આ ઘટના બની હતી..
હવે વાહનોનું વળતર કોણ આપશે? સૌથી મોટો સવાલ
ઓઢવ બ્રિજ નીચે જે વાહનોમાં આગ લાગી છે તેમાં મોટા ભાગના વાહન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી ડિટેઇન કરાયેલા હતા. હવે આ વાહનો આગને કારણે બળીને ખાક થઈ ગયા છે. ત્યારે સૌથી મોટો સવાલ તે થઈ રહ્યો છે કે આગને કારણે જે વાહનોમાં આગ લાગી છે તે નુકસાન કોણ ભાગવશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે