ભરૂચની ખતરનાક મર્ડર મિસ્ટ્રી સીરીઝ : પત્નીની અંગત તસવીરો, 4 લાખની લોન માટે મિત્રએ જ મિત્રના કર્યા 9 ટુકડા

Bharuch Murder Myster : ભરૂચ GIDC ની કાંસની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરૂષના અંગોમાં મૃતકની ઓળખ કરી મર્ડર મિસ્ટ્રી ઉપરથી પરદો ઉંચકી મિત્રનું ખૂન કરી શરીરના 9 કટકા કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં  UP ના બીઝનૌરથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

ભરૂચની ખતરનાક મર્ડર મિસ્ટ્રી સીરીઝ : પત્નીની અંગત તસવીરો, 4 લાખની લોન માટે મિત્રએ જ મિત્રના કર્યા 9 ટુકડા

Bharuch News ભરત ચુડાસમા/ભરૂચ : ભરૂચ શહેરમાં દુધધારા ડેરી નજીક ABC કંપની જવાના રસ્તાની બાજુમાં 29 માર્ચે ગટરમાંથી શ્વાન કોઇ અજાણ્યા પુરૂષનું માથુ ખેંચી લાવ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી. બીજે દિવસે ભરૂચ GIDC ની કાંસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી માનવ શરીરનો કમરનો ભાગ તથા ડાબો હાથ મળેલ તેમજ ત્રીજા દિવસે જમણો હાથ એમ વિવિધ અંગો મળી આવ્યા હતા.

  • હત્યારા મિત્રે મૃતક સચીનને ઘરે બોલાવી પાર્ટી કરી અને મોબાઈલ મેળવી તેની પત્નીના ફોટા ડીલીટ કરવા પ્રયત્ન કર્યો
  • સચીન જાગી જતા શૈલેન્દ્ર અને તેની વચ્ચે ઝઘડો થયો, રસોડામાંથી છરી વડે સચીનનું ગળું કાપી હત્યા કરી
  • સચીનની લાશનો નિકાલ કરવા આરી વડે 9 ટુકડા કર્યા બાદ રોજ રાતે સચીનનું જ એક્ટિવા લઈ સ્ત્રી વેશ ધારણ કરી નિકાલ કર્યો
  • હજી પણ સચીનના બન્ને પગ મળવાના બાકી, આરોપીના રિમાન્ડ મેળવવા હાથ ધરાયેલ તજવીજ
  • પોલીસને ગુમરાહ કરવા ગાઉન પહેર્યું, મૃતકનો મોબાઈલ લીધો, ATM ટ્રેનમાં છોડ્યું
  • આરોપીના મોબાઈલનો પાસવર્ડ મૃતકને જાણ પત્નીના અંગત ફોટા પોતાના પાસે લઈ બ્લેકમેઇલ કરતો

હાથ પર સચીન નામનું ટેટુ અને દાંતની સારવારથી મૃતકની ઓળખ
હાથના ટેટુ તથા અન્ય નિશાનો આધારે મરણજનાર સચીન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયું હતું. માનવ અવયવો કોઇ તીક્ષ્ણ હથીયારથી કપાયેલા હોય જેથી મરણજનારના ભાઇએ પોતાના ભાઈનું મર્ડર થયેલ હોય અને તેને મિત્ર એવા શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો ઉપર શંકા હોય. જેથી તેઓ વિરૂધ્ધમાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરાઈ હતી.

સતત 4 દિવસ 3 સ્થળે ગટરમાંથી શરીરના 4 અંગો મળતા રહ્યાં
ભરૂચ મર્ડર મિસ્ટ્રીના આ ગુનાની ગંભીરતા સમજી ભરૂચ જિલ્લા પોલીસ અધીક્ષક મયુર ચાવડાએ ગુનો સત્વરે શોધી કાઢવા, DYSP સી.કે.પટેલ, LCB પી.આઈ., સી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

LCB PI એમ.પી.વાળા દ્વારા ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાની વિઝીટ કરી. માથાનો ભાગ મળેલ તેની આસપાસના CCTV ફુટેઝ એકત્રીત કરવા તેમજ અન્ય પુરાવાઓ મેળવવા અલગ અલગ ટીમો બનાવાય હતી. અન્ય ટીમોને હ્યુમન સોર્સ, ટેક્નિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરાઈ હતી.

પોલીસની ટીમો દ્વારા પ્રયત્નો ચાલુ હતા દરમ્યાન સતત ત્રણ દિવસ ભરૂચ GIDC ની કાંસની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા હતા. હાથ પર પડાવેલ ટેટુ તથા દાંતની કરાવેલ સર્જરી આધારે મૃતક સચીનની ઓળખ થઈ હતી. સચીન ચૌહાણ 24 માર્ચથી મિસીંગ હોવાનું જણાતા તેની મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થઈ હતી.

શૈલેન્દ્ર પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ભરૂચ છોડી ભાગ્યો
મિત્ર એવા આરોપી શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઉંડાણપુર્વક તપાસ હાથ ધરતા ટેક્નિકલ સર્વેલન્સ આધારે શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દીલ્હી આસપાસમાં જાણવા મળી હતી.

LCB PSI આર.કે.ટોરાણીની ટીમને તાત્કાલિક દીલ્હી ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા એક દિવસ દીલ્હી તથા ઉત્તરપ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ રાખી હતી. શકમંદ  UP ના બીઝનૌર ખાતેથી મળી આવ્યો હતો.

આરોપી શૈલેન્દ્રને ભરૂચ લાવી વધુ પુછપરછ હાથ ધરાતા આટલી હદે ઘાતકી હત્યા પાછળ આરોપીની પત્નીના અંગત ફોટા મૃતક સચીને પોતાના મોબાઈલમાં લીધા હોવાની હકીકત સામે આવી હતી.

હત્યારા શૈલેન્દ્ર ચૌહાણે સચીનના નામે પોતે લોન પણ લીધી હતી. જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભાજોડી થતી રહેતી. સચિનના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા હતા. જે ડીલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી.

હત્યારા શૈલેન્દ્રએ સચીનને 24 માર્ચે તેના તુલસીધામ ખાતેના ઘરે જમવા બોલાવ્યો હતો. બન્ને રાતે સુઈ ગયા બાદ સચીનનો મોબાઈલ મેળવી આરોપીએ તેમાં રહેલા પોતાની પત્નીના ફોટા ડીલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સચીન જાગી જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

સચીનને પેહલા ગળે છરી મારી હત્યા કરાઈ. બાદમાં શૈલેન્દ્રએ ખરીદેલી આરીથી સચીનની લાશના અલગ અલગ 9 ટુકડા કર્યા. પોતે પકડાઈ જાય નહીં અને પોલીસને ગુમરાહ કરવા આરોપીએ હવે તેનો ખેલ શરૂ કર્યો.

સચીનના માથું, ધડ, પેટ, બે હાથ અને બે પગના કરેલા 9 ટુકડા તેને પ્લાસ્ટિકની ગારબેજ બેગમાં નિકાલ કરવાનું શરૂ કર્યું.

રાતે સચીન મોપેડ ઉપર હત્યારો શૈલેન્દ્ર સ્ત્રી વેશ ધારણ કરી એટલે કે ગાઉન પહેરી રોજ એક માનવ અંગનો નિકાલ કરવા નીકળતો. જેમાં ભરૂચ GIDC માં આવેલી અલગ અલગ કાંસના ત્રણ જેટલા લોકેશન ઉપર તેને એક બાદ એક માનવ અંગોનો નિકાલ કર્યો.

બીજી તરફ હત્યારાએ સચીનનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લીધો હતો. જેના થકી તે વતનમાં રહેલી સચીનની પત્ની અને ભાઈને વોટ્સએપ મેસેજ કરતો હતો. જેમાં તેના કંપનીના ઉપરી અધિકારી સાથે બેંગ્લોર જાય છે. તેનાથી પાર્ટીમાં ભૂલ થઈ ગઈ છે ને એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. તેને તેની પત્ની ગમતી નથી. તે છુટા છેડા આપી બીજા લગ્ન કરવા માંગે છે.

આ તરફ મૃતક સચીનના ભાઈને ખબર પડતાં તે ભરૂચ દોડી આવતા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પણ હત્યારો મિત્ર સાથે સચીનના ગુમ થયાની ફરિયાદ આપવા આવ્યો હતો.

જોકે પોલીસે તેને પૂછતાછ માટે બોલાવતા અને ગટરમાંથી સચીનનું માથું મળતા જ હત્યારા શૈલેન્દ્રએ તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થયો હતો. ટ્રેનમાં તે ઉત્તરપ્રદેશ જવા નીકળી ગયો હતો. સાથે જ સચીનનું પોતાની પાસે રાખેલું ATM કાર્ડ પણ પોલીસને ગુમરાહ કરવા ટ્રેનમાં છોડી દીધું હતું.

કોલેજ કાળના મિત્રે જ ઠંડે કલજે કર્યા 9 ટુકડા
સચીન શૈલેન્દ્રનો કોલેજ કાળથી મીત્ર હતો. બન્ને ભરૂચ ખાતે 10 વર્ષથી રહેતા હતા. દહેજ ખાતે અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હતા. બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા. જેમાં મરણજનાર સચીનના નામે આરોપીએ પોતે ₹4 લાખની લોન લીધી હતી. જેના હપ્તા બાબતે બંને વચ્ચે તકરાર થતી રહેતી.

મૃતકના મોબાઇલમાં આરોપીની પત્નીના ફોટા હતા. જે ડીલીટ કરવા બાબતે પણ બંને વચ્ચે તકરાર થતી રહેતી. 24 માર્ચે મરણજનાર સચીન આરોપીના ઘરે આવ્યો. બંને વચ્ચે રાત્રે તકરાર થઈ. બંને સુઇ ગયા બાદ બીજે દિવસે 25 માર્ચે સવારે બંને વચ્ચે મોટો ઝઘડો થયો. રસોડામા રહેલા ચપ્પુથી આરોપી શૈલેન્દ્રએ એક પછી એક ઘા સચીનને મારી તેનુ ખૂન કરી નાખ્યું.

નોકરીથી પરત ફરતા કરવટ, સ્ત્રીના કપડાં અને પોલીથીન બેગો ખરીદી
પોલીસથી બચવા સારૂ કંપનીએથી પરત આવતા સમયે કરવત (આરી), સ્ત્રીના કપડા તથા મોટા પોલીથીન બેગ સાથે લઇ આવ્યો હતો. ત્યારબાદ ઘરે જ સચીનની લાશના ટુકડા કરી રૂમની સાફ સફાઇ કરી. બીજે દિવસે સવારે દહેજ ખાતે નોકરી કરવા નીકળે તે પહેલા સ્ત્રીના કપડા પહેરીને મરણજનાર સચીનનુ એક્ટીવા લઇ લાશના ટુકડાઓ ભરૂચ જી.આઇ.ડી.સી.ની ગટરમાં ફેંક્યા.

સચીનના પરીવાર તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે સચીનના ATM માંથી રૂપિયા ઉપાડ્યા પણ હતા. સચીનનો ફોન ચાલુ કરી મેસેજ વડે સચીનની પત્ની તથા તેના પરીવારના સભ્યો સાથે મેસેજથી વાત કરતો રહેતો. જેથી તેના પરીવારના સભ્યોને એવુ લાગે કે સચીન જીવિત છે અને કોઇ કારણસર ઘરેથી ચાલ્યો ગયો. સચીનના સગા સબંધીઓ સચીનની શોધખોળ માટે ભરૂચ આવ્યા ત્યારે શૈલેન્દ્ર પણ તેની સાથે તપાસમાં જોડાઇ ગયો. સચીન ગુમ થયાની જાહેરાત આપવા માટે તે લોકો સાથે પોલીસ સ્ટેશન પણ ગયો.

સતત બીજા બે દિવસ પણ સવારે દહેજ ખાતે નોકરી કરવા જાય તે પહેલા બાકી રહેલા લાશના ટુકડાઓ અલગ અલગ જગ્યાએ ફેંકતો જતો હતો.

માત્ર પત્નીના અંગત ફોટા કે મૃતક અને હત્યારાની પત્ની વચ્ચે કોઈ અન્ય સબંધ ? ઘાતકી હત્યામાં ચર્ચામાં
માત્ર સચીને હત્યારા શૈલેન્દ્રના મોબાઇલમાંથી તેની પત્નીના અંગત ફોટા જ આટલી હદે હત્યા કરવાનું કારણ હોવાની થિયરી હવે લોકોના ગળે ઉતરતી નથી. આટલી નિર્મમ હત્યા બાદ લાશના ટુકડામાં હત્યારા મિત્રની પત્ની અને મૃતક વચ્ચે કોઈ અન્ય સબંધ પણ હોય શકેની ચર્ચાએ જોર પકડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news