Dragon Fruit : ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડવું ડ્રેગન ફ્રૂટ ? અપનાવો આ ટિપ્સ
Dragon Fruit : ડ્રેગન ફ્રૂટ મોંઘા ફળોમાંથી એક છે, તેથી બધા લોકો તેને ખરીદી શકતા નથી, પરંતુ તમે ઘરે પણ ડ્રેગન ફ્રૂટ ઉગાડી શકો છો. ત્યારે આ લેખમાં જાણીશું કે, તેને કઈ રીતે ઘરે ઉગાડી શકાય અને તેના માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ.
Trending Photos
Dragon Fruit : બજારમાં તમે ઘણી વખત ડ્રેગન ફ્રૂટ જોયું હશે. ઘણા લોકો તેના વિશે જાણે છે, પરંતુ ઘણા તેના નામ અને ફાયદાઓથી અજાણ છે. આ ફળ ખાવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ આ ફળ થોડું મોંઘું છે. તેથી ઘણા લોકો તેને ખરીદી શકતા નથી. જો તમને પણ આ ફળ ગમે છે તો તમે તેને ઘરે જ સરળતાથી ઉગાડી શકો છો. વિટામીન, પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમ, આયર્ન ઉપરાંત તેમાં બીટા કેરોટીન, લાઈકોપીન અને બીટાલેન્સ હોય છે. ચાલો જાણીએ કે આ ફળને ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડવું.
ઘરે ડ્રેગન ફ્રૂટ કેવી રીતે ઉગાડવું ?
ડ્રેગન ફ્રુટ ઉગાડવા માટે તમારે 40 ટકા બગીચાની માટીમાં 10 ટકા રેતી, 30 ટકા કોકો પીટ અને 20 ટકા ખાતર ભેળવવું પડશે. આ મિશ્રણ આ ફળ ઉગાડવા માટે શ્રેષ્ઠ શરૂઆત છે. ડ્રેગન ફ્રુટનો છોડ રોપવા માટે તમારે 15 ઇંચ વ્યાસવાળા કુંડાની જરૂર પડશે. જેથી તેના મૂળિયાઓને ઉગાડવા માટે પૂરતી જગ્યા મળી શકે. તમે તેને રોપવા માટે આના કરતા મોટા કુંડાનો પણ ઉપયોગ કરી શકો છો.
ડ્રેગન ફ્રુટ કેવી રીતે વાવવું ?
તમે કુંડામાં ડ્રેગન ફ્રુટ ઉગાડવા માટે આ ફળના કટીંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે લગભગ 12 ઇંચના હેલ્ધી કટીંગની જરૂર પડશે. તમે તેને જમીનમાં ખાડો ખોદીને રોપણી કરી શકો છો. તમારે ફક્ત 12 થી 18 ઇંચની કટિંગ્સ લેવાની છે.
તમે બીજ દ્વારા પણ ડ્રેગન ફ્રુટ ઉગાડી શકો છો. છોડને ફળ આવવામાં લગભગ 4 વર્ષ લાગી શકે છે. તો કટીંગ દ્વારા તેને ઉગાડવું સરળ છે. કટીંગ દ્વારા તૈયાર કરાયેલા છોડ એકથી બે વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે.
ડ્રેગન ફ્રુટ ખાવાના ફાયદા
ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેનું સેવન કરવાથી કોલેજન વધે છે. જે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે. એટલું જ નહીં કરચલીઓ અને ફાઈન લાઈન પણ ઓછી થાય છે. આ ફળમાં કેરોટીનોઈડ અને હેલ્ધી ફ્લેવોનોઈડ હોય છે. તેનાથી વાળ નરમ અને ચમકદાર બને છે. આ સાથે ડ્રેગન ફ્રુટમાં વિટામિન સી પણ હોય છે. જેૉ વાળનું ટેક્સચર સુધારે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે