ઘોર કળિયુગ! ભરૂચમાં બે નરાધમોએ ઘરમાં ઘૂસી દિવ્યાંગ યુવતી પર આચર્યું સામુહિક દુષ્કર્મ
Bharuch News: ભરૂચના એક ગામમાં દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે યુવકોએ સામુહિક દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસે બે નરાધમો યુવકોને ગણતરીના સમયમાં નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
ભરત ચુડાસમા/ ભરૂચ: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં એક ગામમાં બન્ને પગે એક હેન્ડીકેપ 20 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ રાત્રીના તે પોતાના મકાનમાં સુઈ ગઈ હતી તે સમયે ગામના જ બે હવસખોર ઈસમોએ પૂર્વ આયોજીત પ્લાન ઘડીને યુવતીના મકાનમાં પ્રવેશી તેની પથારીની બાજુમાં સુઈ જઈને યુવતીનુ મોઢું દબાવી હાથ પકડીને યુવતીએ પહેરેલી લેગી ઉતારી પ્રથમ એક ઈસમે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બીજા ઈસમે પણ યુવતી પર સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું.
જો કે, ઘરમાં સુતેલી યુવતીની ભાભીને કઈ અવાજ આવતાં તે જાગી જોતા જ ચોંકી ગઈ હતી. તેણે બૂમાબૂમ કરતા બન્ને હવસખોર અંધારામાં લાભ લઈ ભાગી ગયા હતા. યુવતીનો ભાઈ તેમની પાછળ પકડવા પણ ભાગ્યો હતો. પરંતુ બન્ને હવસખોર અંધારા ભાગવામાં સફળ રહ્યા હતા. આ બાબતે યુવતીની માતાએ ગામના બન્ને ઈસમો પર તેમની પુત્રી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હેન્ડીકેપ યુવતીનું મેડિકલ કરાવી તપાસ હાથ ધરી
આ મામલે જંબુસર પોલીસ મથકના પીઆઈ એ.વી. પાણમિયાએ ગુનાની ગંભીરતા જોઇને તાત્કાલિક હેન્ડીકેપ યુવતીનું મેડિકલ કરાવી ટીમો બનાવી બન્ને હવસખોર આરોપીઓને પાડવાની કામગીરી હાથ ધરી છે. જેમાં પીઆઈએ તેમની વિવિધ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે સઘન પ્રયત્નો હાથ ધરી ગઈ કાલે સાંજથી મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સિમમા ઓપરેશન હાથ ધરવમાં આવ્યા હતાં.
બન્ને આરોપીના રીમાન્ડ મેળવવા કામગીરી હાથ ધરાઈ
આ દરમિયાન આજરોજ એ.વી.પાણમીયાની ટીમ નડીયાદ સીમ વિસ્તારમાં આરોપીઓની તપાસમાં હાજર હતા. પોલીસને બાતમી મળી કે, જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બન્ને આરોપી નડીયાદ ગામની સિમમા જ સંતાયેલા છે. જે હકીકત આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડીયાદ ગામની સિમમાં સર્ચ ઓપરેશન કરી બન્ને આરોપીઓને ઝડપી પાડી
આરોપીઓની ધરપકડ તથા રીમાન્ડ મેળવવા કામગીરી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે